એક બાજુ ગુજરાત રાજ્ય સરકાર એવું કહે છે કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે પણ પોલીસ સ્ટેશનમાં વારંવાર નોંધાતા કેસોને જોતાં એવું લાગી રહ્યું છે કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી કેમ કે, વારંવાર મહિલાઓ ઉપર ત્રાસ ગુજારવાનાં બનાવો બહાર આવ્યા છે. અમુક દહેજનાં લાલચુ સાસરિયાં પુત્રવધૂને ઘરની બહાર કાઢી મુકતા હોવાનો બનાવ બહાર આવે છે, તો ઘણા અસામાજિક તત્ત્વોએ યુવતીઓ તેમજ મહિલાઓની પજવણી કરવાનાં બનાવો બહાર આવે છે. તે સમયે અંગત અદાવતમાં એક મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટના કરાલી ગામમાં બહાર આવી હતી.
ગામમાં બે જૂથમાં થયેલી બોલાચાલીમાં એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. મહિલા શરીર ઉપર દાઝી જતાં બૂમાબૂમ કરતાં આજુબાજુનાં સ્થાનિક લોકો બનાવ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ મહિલાનાં શરીર ઉપર લાગેલી આગને ઓલવીને તે મહિલાને સારવાર માટે એમ્બુલન્સની મદદથી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આખા બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ટુકડી બનાવ સ્થળે પહોંચી હતી તેમજ પોલીસ દ્વારા FSLની ટીમને સાથે લઈને તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો. અત્યારે મહિલા હોસ્પિટલમાં સારવાર ચાલે છે.
મળેલ રિપોર્ટ મુજબ વડોદરા શહેરનાં કરાલીપુરા ગામમાં રહેતા વસાવા પરિવાર તેમજ પાટણવાડીયા પરિવારમાં અંગત અદાવતને લઇને ઝગડો થયો હતો તેમજ આખા બનાવે બંને પરિવારોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. એ અંગત ઝગડામાં પાટણવાડીયા પરિવારની મહિલાને જીવતી સળગાવી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વસાવા પરિવાર તેમજ પાટણવાડીયા પરિવારમાં 1 વર્ષ અગાઉ થયેલી ફરિયાદ બાબતે સમાધાન માટે બંને પરિવારો ભેગા મળ્યા હતા. સમાધાનમાં જ વસાવા પરિવારનો રાહુલ તેમજ પાટણવાડીયા પરિવારનાં વિશાલ બંને વચ્ચે બહુ બોલાચાલી થઇ હતી. રાહુલ તેમજ વિશાલનો ઝઘડો ઉગ્ર બનતા રાહુલનાં પિતા પરષોત્તમ વસાવા તેમજ રાહુલની માતા ઉષા વસાવા બનાવ સ્થળ પર પહોંચ્યા હતા.
પરષોત્તમ વસાવાની પત્ની ઉષા વસાવાએ પાટણવાડીયા પરિવારનાં પ્રવીણ પાટણવાડીયાનાં પત્ની હંસા ઉપર કેરોસીન છાંટ્યું હતું તેમજ પરષોત્તમ વસાવાએ હંસા ઉપર સળગતી દીવાસળી નાખીને સળગાવી હતી. આ બનાવમાં હંસા પાટણવાડીયા બૂમાબૂમ કરતા આજુબાજુનાં સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા તેમજ તેમને હંસા પાટણવાડીયાનાં શરીર ઉપર લાગેલી આગને ઓલવીને તરત 108 દ્વારા વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આખા બનાવની જાણ થતાં ડભોઇ પોલીસ બનાવ સ્થળ ઉપર આવી હતી તેમજ પોલીસ દ્વારા બનાવની તપાસ કરવા માટે FSLની પણ મદદ લેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle