સિટી બસ (City bus)ની દુર્ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ એક દુર્ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં મહેસાણા(Mehsana) શહેરની પાલવાસણા ચોકડી પાસે એક મહિલા પોતાની પુત્રી સાથે બસમાંથી ઉતરવા જઈ રહી હતી. આ દરમિયાન મહિલા અચાનક બસ નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેને સારવાર અર્થે તાત્કાલિક પણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસમાં મૃતકની પુત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
View this post on Instagram
માતા એકદમ રોડ ઉપર પડી ગયા હતા:
મળતી માહિતી અનુસાર, માતા અને પુત્રી બંને મહેસાણા તોરણવાળી બજારમાં ખરીદી કરી પરત આવવાં સીટી બસ રુટ નંબર-8માં બેસ્યા હતા. આ અંગે મૃતકની પુત્રીએ જણાવ્યું હતું કે, આ દરમિયાન બસ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા થઈ જનપથ હોટલ પાલાવાસણા નજીક આવી હતી. જેથી હું અને માતા જનપથ હોટલ પાલાવાસણા નજીક ઉતરવા માટે સીટ ઉપરથી ઉભા થઈ બસના દરવાજા પાસે આવી ઉભા રહ્યા હતા. ત્યારે બસ ડ્રાયવરે પણ બસ સાઈડમાં કરી હતી.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, બસમાંથી ઉતરવા જતાં માતા એકદમ રોડ ઉપર પડી ગયા હતા અને હું પણ તેમની પાછળ તરત જ બસમાંથી ઉતરી હતી. આ વખતે બસ ચાલકે પણ પોતાની બસ ઉભી રાખી હતી અને રોડ ઉપર પડેલી માતાને નાકમાંથી તથા મોઢામાંથી લોહી નીકળવાં લાગ્યું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા માતાને મૃત જાહેર કરવામાં આવી હતું.
મહિલા ચાલુ બસમાંથી ઉતરતાં સીસીટીવીમાં દેખાય છે: સીઓ
ત્યારે આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર, અકસ્માતની ઘટનાને લઈ પાલિકાએ સીટી બસમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચાલુ બસમાંથી મહિલા મુસાફર ગાયત્રી ઉતરી રહ્યા છે અને એના લીધે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. સોઢા પરિવારના એક સભ્યનું કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.