ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતો યુવક ટ્રેક્ટરની ટ્રોલી સાથે જોરથી અથડાતા નીપજ્યું મોત- માતા પિતાનું હૈયાફાટ રુદન

Tilakwara Accident: રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસેને વધારો થતો જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા ઘણીવાર ‘સેફ ડ્રાયવ’ જેવા અભિયાન પણ બહાર પાડવામાં આવે છે તેમ…

Tilakwara Accident: રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસેને વધારો થતો જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા ઘણીવાર ‘સેફ ડ્રાયવ’ જેવા અભિયાન પણ બહાર પાડવામાં આવે છે તેમ છતાં ઘણા લોકો તેને ધ્યાને લેતા નથી અને ઓવર સ્પીડમાં વાહન ચલાવીને જીવ ગુમાવી બેસે છે.ત્યારે એવો જ કિસ્સો હાલમાં નર્મદા જિલ્લાના તિલકવાડા( Tilakwara Accident ) તાલુકાના ગામોડ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે.અહીંયા એક યુવકની બાઈક ધૂમ સ્ટાઈલમાં ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

વાહન ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું
મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો,મહીજીપુરા (ઓડંબિયા)ના રહેવાસી વિષ્ણુ નરપતભાઇ વસાવાએ જણાવ્યા અનુસાર મૃત પામેલ હાર્દિક વિષ્ણુભાઇ વસાવા તેની બાઇક પુરઝડપે હંકારી ગમોડ ગામના પેટ્રોલપંપની સામે રોડ ઉપર કોઈ કામ માટે આગળ જતા હતા. તે દરમિયાન તેનું બાઈક પર કાબૂ ન રહેતા ટ્રેક્ટરની ટોલીના પાછળના ભાગે અથડાઈ હતી. બંને યુવકો રોડ ઉપર ફંગોળાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તિલકવાડા તાલુકાના મહિજીપુરા ગામના 20 વર્ષીય હાર્દિક વિષ્ણુભાઈ વસાવાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ મેહુલ કનૈયાભાઇ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી.ત્યારે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ગંભીર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે કે બાઈકચાલકે પૂરઝડપે બાઈક ચલાવી સ્ટ્રિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડામ દઈને અથડાય છે.

આ યુવકનું મોત થવાના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.ત્યારે આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.