વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા વધી- 2019માં માત્ર 15 કન્ટ્રી હતી પાર્ટનર, જયારે 2024નો આંકડો જાણી તમે ચોંકી જશો

Vibrant Gujarat: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ…

Vibrant Gujarat: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ( Vibrant Gujarat )માં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓ આવ્યા છે.ત્યારે આ અગાઉ સમિટ થઇ હતી તે દરમિયાન પંદર કન્ટ્રીઓ પાર્ટનર તરીકે જોઈડાઈ હતી જે હવે વધીને આ વર્ષે 36 થઇ છે.

આ સમિટમાં 36 કંપની પાર્ટનર તરીકે જોડાઈ
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ત્રણ સમિટમાં કોઈ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા ન હતા, પરંતુ 2009માં યોજાયેલી સમિટમાં પ્રથમવખત કોઈ દશને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવ્યો હતો. આજે 2024ની 10મી સમિટમાં કન્ટ્રી પાર્ટનર દેશોની સંખ્યા 36 થશે.ગુજરાતમાં છેલ્લા 2019માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર઼વામાં આવ્યું ત્યારે 15 દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા.

વાઇબ્રન્ટ સમિટની થીમ છે ગેટ વે ટુ ધ ફ્યુચર
આ વખતની વાઇબ્રન્ટ સમિટની થીમ છે ગેટ વે ટુ ધ ફ્યુચર. વિતેલા 20 વર્ષમાં આ સમિટે નવા આઇડિયાને પ્લેટફોર્મ આપ્યું છે. નવા ઇન્વેસ્ટમેન્ટ નવો ગેટ વે બનાવ્યો છે. વન વર્લ્ડ વન ફેમેલી વન ફ્યુચર સાથે ભારત ચાલી રહ્યું છે. ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. ભારત વિશ્વમિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. વિશ્વ કલ્યાણ માટે ભારની પ્રતિબદ્ધતા ભારતની પ્રયાસ વર્લ્ડને સુંદર બનાવી રહ્યા છે.

ભારતમાં 1.15 લાખ રજિસ્ટર સ્ટાર્ટઅપ
ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટે નવો રૂટ બની શકે છે. ભારત આજે ગ્રીન એનર્જી પર અભૂતપૂર્વ ગતિમાં કામ કરી રહ્યું છે. 10 વર્ષમાં સસ્તો ડેટા અને કનેક્શનથી ડિજીટલ ડેવલોપમેન્ટ થયું છે. આજે ભારતમાં 1.15 લાખ રજિસ્ટર સ્ટાર્ટઅપ છે.

2009માં માત્ર એક જાપાન દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયેલો હતો
રાજ્યમાં 2009માં માત્ર એક જાપાન દેશ કન્ટ્રી તરીકે જોડાયેલો હતો, જ્યારે 2007 અને 2005માં બે-બે સ્ટેટેજીત છે. સરકારે સાત સમિટમાં સંભવિત રોકાણના આંકડા જાહેર કર્યા હતા, જ્યારે છેલ્લી બે સમિટમાં કોઈ આંકડો જાહેર કર્યો નહતો, પરંતુ 2019માં માત્ર 21 લાખને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો.