ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાક દિવસની વાત કરવામાં આવે તો યુવાનોમાં હાર્ટઅટેક(Heart attack)ના બનાવોના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ક્રિકેટ રમતા રમતા યુવકોને હાર્ટઅટેક આવ્યાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જામનગર(Jamnagar)માં હવે એક પદયાત્રીનું હાર્ટઅટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, જામનગરથી માટેલ પદયાત્રા કરી રહેલા એક યુવકને સેવાકેમ્પમાં ગરબા રમ્યા પછી હાર્ટઅટેક આવતા મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવકના મોતના લીધે પદયાત્રીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મહત્વનું છે કે, જામનગર શહેરમાંથી બે દિવસ અગાઉ માટેલ જવા માટે પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં મહેશ ચૌહાણ નામનો યુવાન પણ આ પદયાત્રામાં જોડાયો હતો. આ દરમિયાન સંઘના પદયાત્રીઓ લતિપર-ટંકારા રોડ પર એક કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. આ સમયે મહેશ ચૌહાણ અન્ય પદયાત્રીની સાથે ગરબા રમી રહ્યા હતા.
આ સમય દરમિયાન તે અસ્વસ્થ થતા ત્યાં જ બેસી ગયા હતા અને ત્યારબાદ હાર્ટઅટેક આવતા ઢળી પડ્યા હતા. મહત્વનું છે કે, અન્ય પદયાત્રીઓ દ્વારા મહેશ ચૌહાણને લતિપર આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારપછી ધ્રોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રી સંઘમાં એક યુવકનું હાર્ટઅટેકના કારણે મોત થતા અન્ય પદયાત્રીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.