અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ડાંગ(Dang) જિલ્લાના સુબીર(Subir) તાલુકામાં પીપલદહાડથી ભોંડવિહિર જતા માર્ગ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ધડાકા ભેર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી.
મળતી માહિતી અનુસાર, આહવા તાલુકાના ઘૂબીટા ગામનો વિક્રમ રામુ ભોયે પોતાનું બાઇક સ્પેલેંડર (Gj-39-C-9570) જઈ રહ્યો હતો, આ દરમિયાન પીપલદહાડથી ભોંડવિહીર માર્ગમાં અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ખાબક્યો હતો. જેને પગલે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પછી સ્થાનિક લોકોને જાણ થતા 108ને જાણ કરાઇ હતી. જેથી ઘટના સ્થળે 108 દોડી આવી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે યુવકને ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.