જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ: બર્થડે ઉજવવા જતા યુવકને સામેથી આવતી કાળ બનેલી ST બસે કચડયો

જેતપુર: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ…

જેતપુર: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન આવી જ એક કરુણ ઘટના જેતપુર(Jetpur)માંથી સામે આવી છે. જેમાં એક યુવક માટે તેનો જન્મદિવસ(Birthday) જ મરણદિવસ(Day of death)માં ફેરવાઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, આ અકસ્માતની ઘટના જેતપુર શહેર પાસેના રબારીકા ચોકડી પર આવેલા બ્રીજ પાસેની છે. જેતપુર અને રાજકોટના રાષ્ટ્રીય માર્ગ ઉપર રબારીકા ચોકડી રોડની પાસે બઈ બાજુ આવવા-જવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા એક અન્ડર બ્રીજ બનાવવામાં આવ્યો છે.

પરંતુ, આ બ્રીજ ફકત રોડની શોભા વધારવા માટે રાખ્યો હોય તેવું લાગે છે. કારણ કે, આ બ્રીજના એક નાળામાં સાડીઓના કારખાનાનું પાણી જ ભરાયેલુ રહે છે. જયારે બીજા નાળામાં વરસાદની ઋતુમાં પાણી ભરાયેલુ રહે છે. જેના કારણે તે અન્ડર બ્રીજ ચોમાસામાં આવર-જવાર માટે ઉપયોગમાં લેવાતો નથી. જેથી જેતપુરથી રાજકોટ અથવા રબારીકા રોડ પર જવા ફરજીયાત રોંગ સાઈડ પર જ જવું પડે છે.

એમ પણ કહી શકાય કે, હાઈવે ઓથોરીટીની આવી જ બેદારકારીને કારણે એક યુવક ને તેનો જીવ ગુમાંવવો પડયો. મળતી માહિતી મુજબ, સહેરની કણકિયા પ્લોટ વિસ્તારમાં ફળનો બીઝનીસ કરતા હરેશ ટોપનદાસ સોનિયાનો ગુરુવારે જન્મદિવસ હતો માટે તે બાઈક લઈને રાત્રે હોટલમાં જમવા જતા હતા.

આ દરમિયાન, અંધારામાં આવતી ઊંજા-જુનાગઢ રૂટની એસટી બસ સાથે ટક્કર થઇ હતી. બાદમાં આસપાસના લોકો દ્વારા તેમને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *