વેરાવળ શહેરમાંથી એક ખોફનાક કિસ્સો સામે આવ્યો છે, બસ સ્ટેશન નજીક આવેલ ચાની લારી પાસે એક યુવક સ્કુટર ઉપર બેઠો હતો. યુવક પર જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે. ઘટના સ્થળે શહેર પોલીસ અને ઉપરાંત એલસીબી એસઓજીના અધિકારીઓ સ્ટાફ સાથે પહોચી ગયા હતા.
પોલીસે ઘટના સ્થળેથી રિવોલ્વર અને ફુટેલું કાર્ટુસ મેળવ્યું છે. સાથે સાથે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા માટેનું કાર્ય હાથ ધર્યું છે. આ ઘટના ગઈ કાલે સમી સાંજે સર્જાય હતી. મૃતક વ્યક્તિનું નામ રબારી નિતેશ સરમણભાઇ કટારીયા છે. નિતેશ સાંજના સમયે એસટી રોડ ઉપર કારડીયા બોર્ડિંગની સામે ચાની લારી પાસે સ્કૂટર ઉપર બેઠો હતો. ત્યારે તે સમયે એક અજાણ્યો શખ્સ અચાનક જ એક સ્કૂટર ઉપર આવ્યો અને નિતેશ પર ફાયરિંગ કર્યું હતું.
તેથી આ ઘટનામાં નિતેશ ઇજાગ્રસ્ત થયો અને ત્યારે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર માટે લય જવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાજ નિતેશનું મોત નીપજ્યું હતું. રબારી સહિત સર્વ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની બહાર ઉમટી પડ્યા હતા. અને તેથી ત્યાં સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસને બોલવામાં આવ્યા હતા.
આ ફાયરિંગ જુના મનદુઃખના કારણે કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જ્યારે આ ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ થઈ જતા પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ ઘટનાને અંજામ આપનાર આરોપી શખ્સે ખરેખર જુના મનદુઃખના કારણે જ ફાયરિંગ કર્યુ છે કે પછી કોઈના દોરી સંચારથી કર્યુ છે ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એસઓજીની જુદી જુદી ટીમો તેને ઝડપી પાડવા તપાસમાં જોડાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.