સુરત(Surat): શહેરમાં અવાર નવાર સીટી બસ(City bus) ચાલકોની બેદરકારી સામે આવતી જ રહે છે. ત્યારે હાલ તો આ બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લીધો છે. સુરતના રિંગ રોડ માર્કેટ(Ring Road Market) ખાતે રસ્તા પર બસે અડફેટે લઈને કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગેઈ હતી.
મળતી માહિતી અનુસાર, કિશન પટેલ(25) રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહે છે. તેના લગ્ન 10 મહિના પહેલાં જ થયા હતા. તેમજ હાલ તેની પત્નીને 9 માસનો ગર્ભ છે. ત્યારે આજે સવારે કિશન નોકરી પર જવા નીકળ્યો હતો. આ દરમિયાન સુરત રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લૂ સિટી બસે રાહદારીને કચડી નાખતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયા હતા. તેમજ બસચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રોડ ક્રોસ કરતી વખતે બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાય ગયો હોવાના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ બસ પોલીસ દોડી આવી હતી. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.