રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો- અચાનક સામેથી ગાય આવી અને…

ભરૂચ(ગુજરાત): અવારનવાર પ્રાણી સાથે અકસ્માત જોવા મળતા હોય છે. ત્યારે ફરી એક આવો જ એક બનાવ ભરૂચમાંથી જોવા મળ્યો છે. જેમાં એક ગાયએ એક વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ભરૂચના જંબુસર તાલુકામાં આવેલાં વેડચ ગામના એક યુવાનને ગાય સાથે અથડાતા યુવકને ગંભીર ઇજાઓને પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વેડચ પોલીસને આ ઘટના અંગે જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે. જંબુસર તાલુકામાં આવેલાં વેડચ ગામે અંબાજીમાતાના મંદિર પાસે આવેલાં વણકર વાસમાં રહેતો હરેશ વિઠ્ઠલ પરમાર તેની કાકી સાથે ચમારીયા વગામાં ખેતરના રૂપિયા લેવા માટે જતો હતો.

તે દરમિયાન એક ગાયએ રસ્તામાં અચાનક દોડી આવીને તેના શિંગડાથી હરેશને અડફેટે લેતા છાતી અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વેડચ પોલીસને બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાને કારણે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *