ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થતાની સાથે જળાશયોમાં લપસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ ભાવનગરની MJ કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ સિહોરમાસ આવેલ ગૌતમેશ્વરમાં ફરવા માટે ગયા હતા.
જ્યાં વલ્લભીપુરની યુવતીનો પગ લપસી જતાં તળાવમાં પડી ગઇ હતી. તળાવમાં ડૂબતી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો જયારે તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે યુવકની તપાસ ફાયરબ્રિગેડની ટીમ કરી રહી છે.
સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે શહેરની MJ કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ સિહોર નવનાથના દર્શનની સાથે જ ગૌતમેશ્વર તળાવ કાંઠે ફરવા માટે ગયાં હતાં. જેમાં વલ્લભીપુર ગામમાં રહેતી 19 વર્ષીય નિયતી ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી.
આ દરમ્યાન સંતુલન ગુમાવતાં તળાવમાં પડી ગઈ હતી. નિયતીને ડૂબતી જોઇ સિહોરનો જ રહેવાસી 20 વર્ષનો જગદીશ મકવાણા તેને બચાવવા માટે તળાવમાં કૂદ્યો પણ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આવું જોઇ સાથે આવેલ અન્ય યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી.
બૂમાબૂમ સાંભળતા આજુબાજુના લોકો મદદ કરવા માટે પહોંચી ગયા હતાં. ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ થતા તરવૈયાઓની સાથે મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સૌપ્રથમ યુવતી ત્યારપછી યુવાનની લાશ બહાર કાઢીને સિહોર પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.