લગ્ન કરવા માટે આ યુવકે એવી બુદ્ધિ વાપરી કે, દેશ-વિદેશથી આવવા લાગ્યા છોકરીઓના ફોન

કેટલાક વર્ષો અગાઉ લોકો તેમના જીવન સાથીને શોધવા માટે સ્થાનિક દલાલ અથવા તો મેરેજ બ્યુરોનો સંપર્ક કરતા હતા ત્યારે કેરળમાં આવેલ વલ્લચીરાના 33 વર્ષનાં એન…

કેટલાક વર્ષો અગાઉ લોકો તેમના જીવન સાથીને શોધવા માટે સ્થાનિક દલાલ અથવા તો મેરેજ બ્યુરોનો સંપર્ક કરતા હતા ત્યારે કેરળમાં આવેલ વલ્લચીરાના 33 વર્ષનાં એન એન ઉન્નીક્રિષ્નન કોઈ વચેટિયા વિના જાતે જ જીવનસાથી શોધવા માંગે છે. જેને લઈ તેણે પોતાની દુકાનની બહાર એક સાઈનબોર્ડ લગાવ્યું છે કે, જેમાં લખ્યું હતું, ‘જીવન સાથીની શોધ છે. જાતિ કે ધર્મ કોઈ મુદ્દો નથી’.

જ્યારે તેના કોઈ મિત્રએ સાઈનબોર્ડની તસવીર ઓનલાઈન અપલોડ કરી તો તે ખુબ વાયરલ થઈ તેમજ ઉન્નીક્રિષ્ણનને ઓસ્ટ્રેલિયા તથા ઈંગ્લેન્ડથી કોલ આવવા લાગ્યા. જો કે, ઉન્નીક્રિષ્નને આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વધુ ધ્યાન ન આપીને વલ્લચિરામાં તેની દુકાનમાં વ્યસ્ત રહ્યો છે.

અહીં તે તેને મળેલા લગ્ન પ્રસ્તાવને સુલઝાવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે, “પહેલાં હું દૈનિક વેતન પર કામ કરતો હતો. મારી ખોપરીમાં ગાંઠ હોવાને લીધે મેં સર્જરી કરાવી હતી. સર્જરી કરાવ્યા પછી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારપછી મેં જીવનમાં સ્થાયી થવાનું વિચાર્યું હતું.

ફેબ્રુઆરી માસમાં ઘર નજીક લોટરીની દુકાન ખોલીને કેટલાક દિવસો બાદ ચાની દુકાન પણ ચાલુ કરી હતી કે, જે આ દિવસોમાં ખુબ સારો વ્યવસાય છે. હવે, મારે જીવન સાથી જોઈએ છે પણ હું દલાલને સંપર્ક કરવાની પરંપરાગત શૈલીમાંથી પસાર થવા માંગતો નથી.

હું ખુબ સારા જન્માક્ષરવાળા પાત્રની રાહ જોઈ રહ્યો છું. આની અગાઉ મારા મિત્રો તથા પરિવારજનો મારા માટે યુવતીની શોધ કરી પણ મેળ ન પડતાં મેં મારી ચાની દુકાનની બહાર સાઈનબોર્ડ લટકાવવાનું વિચાર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ તસ્વીર ઉન્નીના મિત્ર સાજી એડાપીલીએ ક્લિક કરી હતી.

આ અંગે ઉન્ની જણાવે છે કે, “મને દૂરદુરના દેશોમાં રહેતા મલયાલીઓ તરફથી ફોન આવ્યા.” જેમાં લગ્નના પ્રસ્તાવની ઉપરાંત કેટલાક લોકોએ ઉન્નીકૃષ્ણનને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. આની સાથે જ જીવનસાથીની શોધ કરતી વખતે જાતિ તથા ધર્મના નિયમોને ન માનવા બદલ કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી હતી.

તેણે કહ્યું હતું કે, “હાલમાં મને કેટલાક લોકોના ફોનનો જવાબ આપવા માટે સમય નથી મળી રહ્યો.” ઉન્નીકૃષ્ણનને એવા લોકોના ફોન પણ આવ્યા છે કે, જેઓ ઇચ્છતા હતા તેઓ તેમની પર્સનલ ડિટેલ્સ શેર કરે, જેને લીધે તેઓ તેના માટે લાઈફ પાર્ટનર શોધી શકે. આ અંગે તેણે કહ્યું કે, “મેં પહેલાથી જ આવા કોલ કરનારને કહ્યું હતું કે, લોકોની વ્યક્તિગત વિગતો ઓનલાઇન શેર કરવી યોગ્ય બાબત નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *