ધ્રાંગધ્રા(Dhrangadhra): તાલુકાના વ્રજપર (Vrajpar) ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષીય યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો. આ દરમિયાન આકાશમાંથી કડાકા સાથે વીજળી ત્રાટકતા માલધારી ચેતનનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ અને તેની સાથે 80 અબોલ પશુઓના પણ કરુણ મોત (80 goats died) થયા છે.
માલધારી યુવકનું મોત:
જો વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકામાં ગઈકાલે બુધવારના રોજ બપોરે અચાનક જોરદાર પવન સાથે કમૌસમી વરસાદ પડતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જ્યારે જસાપર ગામે વિજળી ત્રાટકતા પશુપાલક યુવાનનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
પવનના સુસવાટા સાથે કમૌસમી વરસાદ:
મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકામાં બપોરના સમયે અચાનક પવનના સુસવાટા સાથે કમૌસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે ધ્રાંગધ્રા શહેરની બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે ગામમાં તલનો પાક લણવાનો બાકી છે તે ખેડુતો ચિંતામાં મુકાયા હતા. વરસાદને લીધે ગરમી અને ઉકળાટમાં વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, વધુ જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષીય માલધારી યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે આકાશમાંથી કડાકા સાથે વીજળી ત્રાટકતા ચેતનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.