સુરત(ગુજરાત): લિંબાયત રાવ નગરમાં આધેડ પર હુમલો થતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે તપાસ શરુ કરી છે. ઘર બહાર ઓટલા પર બેસેલા યુવાનને ઉભો કરવા બાબતે થયેલી ઝઘડા પછી મારા મારી થઈ હતી. જેથી આધેડને યુવાને વાંસના બામ્બુથી પાસળીના ભાગે ફટકા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. 5 દીકરી અને 1 દીકરાના પિતાના શંકાસ્પદ મોત બાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરુ કરી છે.
જાવેદ ખાનએ જણાવ્યું હતું કે, મૃતક ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમ શેખ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતા હતાં. ગુરૂવારના રોજ રાત્રે 10:30 વાગે ઘર બહાર ઇસ્માઇલ ભાઈની સૂવાની જગ્યા ઉપર એક વસીમ નામનો વ્યક્તિ બેઠો હતો. વસીમને ઉભા થઈ જવાનું કહેતા ઉશ્કેરાયેલા વસીમએ આધેડ ઇસ્માઇલભાઈ પર વાંસના બામ્બુ વડે હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થયા પછી 5 દીકરીઓ સહિત આખું પરિવાર અને મોહલાવાસીઓ બહાર દોડી આવ્યા હતાં. બીજા દિવસે સવારે અચાનક ઇસ્માઇલ ભાઈની તબિયત લથડતા અને પેશાબ અટકી જતા તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તમામ પ્રકારની તપાસ કર્યા બાદ ઇસ્માઇલ ભાઈને ઓપરેશનમાં કરવાની કામગીરી શરુ કરાઈ હતી. ઓપરેશન બાદ ડોક્ટરોએ તેમને ICU માં દાખલ કર્યા હતાં. આજે સવારે લગભગ 10:30 વાગ્યે ઇસ્માઇલભાઈનું મોત થયું હતું. પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમની કાયર્વાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.