સુરતમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો દ્વારા SMCમાં વિરોધ યથાવત- પાણીના બીલ માફ કરાવવાની ઉગ્ર માંગ

સુરતમાંથી અવારનવાર આમ આદમી પાર્ટીના ભાજપ વિરુદ્ધનાં વિરોધને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ જાણકારી સામે આવી છે. SMCની મુખ્ય કચેરી મુગલીસરામાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સ્થાયી સમિતીની બેઠક વખતે 3 મુદ્દાઓને લઇ મૌન વિરોઘ પ્રદર્શન કર્યુ હતું.

જેમાં આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દમન થયો હોવાના મુદ્દે આપ દ્વારા ધરણા પ્રદર્શન તેમજ વિરોધ પ્રદર્શન કરવાનું યથાવત રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે કે, ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના ઈશારે સુરત કોર્પોરેશનના સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતાં.

લિઝ, પાણી મુદ્દે વિરોધ:
STM માર્કેટની લિઝને એકદમ નજીવા દર પર 99 વર્ષ સુધી કરવા માટેના ઠરાવને રદ કરવા માટે,પાણીના મિટરો દૂર કરીને પાણી બિલ રદ કરવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પારદર્શક વહિવટ માટે સ્થાયી સમિતી બેઠકનુ લાઇવ ટેલીકાસ્ટ કરવાની માંગ કરાઈ હતી. આની સાથે જ ચૂંટાયેલા જનપ્રતિનિઘીઓ પર હુમલો કરનાર અઘિકારીની વિરુદ્ધ કડક કાયઁવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

પાટીલ પર લાગ્યા આક્ષેપ:
ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા જ સૌપ્રથમ નિર્ણય STM માર્કેટને લઈ લેવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે, CR પાટીલના ઈશારે ચૂંટણી ફળ આપનાર ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓના ઈશારે CR પાટીલ દ્વારા જમીન ફાળવી દેવામાં આવી છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલને લોકો CR પાટીલના PA તરીકે ઓળખે છે. પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા એનાં પહેલા કાર્યક્રમોમાં સાથે જ રહેતા હતા. કરોડોની જમીન તેમજ પાણીના ભાવે CR પાટીલ દ્વારા કરવામાં આવેલ આદેશનું પાલન પરેશ પટેલે કર્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા સ્થાયી સમિતિની બેઠકની બહાર મૌન વિરોધ કરીને પ્રજાલક્ષી મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ રાખ્યું હોવાનું જણાવાયુ છે. થોડા દિવસ પહેલાં શહેરના કતારગામ વિસ્તારમાં આપનાં કાર્યકરો દ્વારા પોલીસ જનતા પાસેથી માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવતાં દંડને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *