આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. 27 વર્ષમાં ભાજપે એવું એક પણ કામ કર્યું નથી જે તેમણે લોકો માટે કર્યું હોય. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટી અને કેજરીવાલને અપશબ્દો કહેવા પર ધ્યાન આપેછે. જ્યારે પણ તેમને પૂછો કે તમે આ 27 વર્ષમાં શું કર્યું છે, તો તેમની પાસે કહેવા માટે કોઈ કામ નથી. જો તેમને પૂછો કે તેઓ આગામી 5 વર્ષમાં શું કરવા જઈ રહ્યા છે, તો તેમની પાસે હજુ કોઈ એજન્ડા નથી.
કેજરીવાલે ઉમેર્યું હતું કે, મોંઘવારી અને બેરોજગારી એમ બે બાબતોથી લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોંઘવારી દર છે. ગુજરાતનો સામાન્ય માણસ મોંઘવારીથી ત્રસ્ત છે. આવી સ્થિતિમાં, વાત આપોઆપ ફેલાઈ રહી છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સારું કામ કર્યું અને હવે પંજાબમાં પણ સારું કામ કરી રહી છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા ક્ષેત્રોમાં મફત સુવિધાઓ આપીને, મહિલાઓને સન્માન રાશિ, બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપીને આમ આદમી પાર્ટી મોંઘવારીમાં રાહત આપી રહી છે. આ તમામ બાબતો ગુજરાતની જનતામાં આપોઆપ ફેલાઈ રહી છે, એટલે કે ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.
ભાજપે 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલી નાંખ્યા. પહેલા વિજય રૂપાણી હતા, હવે ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે. તેઓએ આવું કેમ કર્યું? શું તમે માનો છો કે વિજય રૂપાણીમાં કોઈ ગરબડ હતી? ખબર નથી કે તે ભ્રષ્ટ હતા એટલે દૂર કરવામાં આવ્યા કે તે લાયક ન હતા તેથી દૂર કરવામાં આવ્યા. વિજય રૂપાણી સાહેબને લાવવામાં આવ્યા ત્યારે જનતાને પૂછવામાં આવ્યું ન હતું.
અરવિંદ કેજરીવાલે સવાલ કરતા ગુજરાતી લોકોને જણાવ્યું કે, આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં લોકો નક્કી કરે છે કે કોણ મુખ્યમંત્રી બનશે. પરંતુ આ લોકોએ 2016માં જનતાને પૂછ્યું પણ નહોતું કે શું વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવા કે નહીં અને પછી 2021માં વિજય રૂપાણીને હટાવવા જોઈએ કે નહીં તે પણ પૂછ્યું નથી. આ લોકોએ એ પણ પૂછ્યું નથી કે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા જોઈએ કે અન્ય કોઈને. પરંતુ અમે આવું નથી કરતા, આમ આદમી પાર્ટીના લોકો જનતાને પૂછીને જનતા માટે મુખ્યમંત્રી પસંદ કરે છે. જ્યારે પંજાબમાં ચૂંટણી થઈ ત્યારે અમે લોકોને પૂછ્યું હતું કે તમે મુખ્યમંત્રી તરીકે કોને ઈચ્છો છો. ત્યારે લોકોએ જંગી બહુમતીથી કહ્યું હતું કે ભગવંત માનની જરૂર છે અને જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે લોકોની ઈચ્છા પ્રમાણે ભગવંત માનને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં માહોલ છે કે, આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. અને જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આમ આદમી પાર્ટીની સરકારના જ મુખ્યમંત્રી હશે, તેથી અમે જનતાને પૂછવા માંગીએ છીએ કે તેઓ કોને તેમના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. અમે લોકોના અભિપ્રાય જાણવા માટે એક નંબર જારી કરી રહ્યા છીએ 6357000360, આ નંબર પર લોકો વોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ અને વૉઇસ મેસેજ પણ મોકલી શકે છે. આ સિવાય અમે એક ઈમેલ આઈડી, aapnocm@gmail.com પણ જારી કરી રહ્યા છીએ, આમ તમે અમને આ 4 રીતે કહી શકો છો કે તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો. 3 નવેમ્બરની સાંજ સુધી આ નંબર કાર્યરત રહેશે અને 4 નવેમ્બરે અમે ગુજરાતની જનતાને કહીશું કે શું પરિણામો આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.