ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)માંથી ચૂંટાયેલાં સુરત મહાનગરપાલિકાના સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષના પાયલ સાકરિયા(Payal Sakariya)એ તાજેતરમાં એક વિડીયો(Video) દ્વારા ભાજપ(BJP) પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના ગંભીર આક્ષેપો ભાજપના કાર્યકર્તાઓ અને IT સેલના લોકો પર લગાવ્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયા(Social media)માં મુકાતાં હવે મોટો વિવાદ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર, પાયલ સાકરિયાનો તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા પોલિટિશિયનની સાથે સાથે અભિનેત્રી પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા અગાઉ તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં પણ કામ કરી ચુક્યા છે. તેમના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તે સમયના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ આ સમગ્ર વિવાદ નું કોકડું ગૂંચવાઈ ગયું છે.
જાણો શું છે સમગ્ર મામલો?
પાયલ સાકરિયાએ જણાવતા કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને કારણે મને બદનામ કરવા ભાજપ વળે કોઈ કસર બાકી રાખી નથી. કહેવામાં આવે છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે, પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. જો કરવિ હોય તો મુદ્દાની રાજનીતિ કરો અને કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી તમે કામ કર્યું છે તો કામ લઈને આવો ને પરંતુ આવી રીતે એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ પણ નહોતો. ત્યારે હવે મને ખબર પડી કે રાજનીતિમાં મહિલાઓ કેમ ઓછી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. જ્યારથી હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી મને પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. મારી અત્યાર સુધી ના જ હતી, પરંતુ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું.
ક્યા પ્રકારના ફોટો સોશિયલ મીડિયા વાઇરલ કર્યા?
પાયલ સાકરિયાએ જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે ફોટા વાઇરલ કરવામાં આવ્યા છે એનું હું દુઃખ વ્યક્ત નહીં કરું શકું, કારણ કે આ લોકોએ તેની તમામ હદ વટાવી દીધી છે. હું જ્યારે શૂટિંગ કરતી તેના ફોટો ફેસબુક પેજ પર શેર કરીને આ લોકોએ કોમેન્ટમાં કોઈ બીજાનો ન્યૂડ ફોટો લઈને તેનો ફેસ હાઇડ કરીને તેના પર એક એપલનું સ્ટિકર લગાડી દેખાડવાની કોશિશ કરી કે પાયલ સાકરિયાનો વિડીયો થોડા સમયમાં આવે છે.
વધુમાં જણાવતા કહે છે કે, ભાજપ વાળા કામથી ના લડી શક્યા એટલે સીધા ઇજ્જત પર આવી ગયા છે. એક મહિલા માટે તેમની ઇજ્જત જ સર્વસ્વ હોય છે, પરંતુ આ લોકોને નહીં સમજાય, કેમ કે તેમની ઘરે જો મા-બહેન દીકરી સાથે આવું થયું હોય તો તેમને પણ ખબર પડે. મને એટલું દુઃખ થાય છે કે તેની કોઈ મર્યાદા નથી. વધારો દુઃખ તો એટલા માટે થાય છે, કેમ કે ગુજરાતમાં હું એવા લોકો સામે લડી રહી છું જે રાજકારણને પોતાની જાગીર સમજી બેઠા છે. કોઈની મા-બહેન સામે કોઈપણ કોમેન્ટ કરી શકે, તેને નીચી પાડવાના પ્રયાસો ગમે તે કરી શકે.
વધુમાં ઉમેરતા કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા એટલાં તો કથળી ગયાં છે કે મેં આખો દિવસ ફરિયાદ નોંધાવવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબરમાં, પછી પુણા પોલીસ સ્ટેશનમાં ગઈ, પણ ફરિયાદ નોંધવામાં નથી આવી. આજે વિચાર કરો હું એક નગરસેવક તરીકે બીજા માટે લડતી હોય ત્યારે જો મારી ફરિયાદ નોંધવાની આવે તો મારી ફરિયાદ નોંધાતી નથી, આનાથી મોટી કઈ વાત હોઈ શકે અને ગુજરાતમાં બીજી અન્ય કેટલીય મહિલાઓ સાથે આવું થતું હશે.
પાયલ સાકરીયાએ વધુમાં જણાવતા કહ્યું છે કે, આ લોકો કામથી ના હરાવી શક્યા અને એ લોકો હાર ભાળી ગયા છે, એટલે તો આ પ્રકારની હલકાઈ પર આવી ગયા છે. આ લોકોની સાથે આવા ગુંડાઓ જ રહે છે અને તેમની સાથે રહેતા લોકો જો મહિલાઓને ખુલ્લેઆમ બદનામ કરી શકતા હોય તો લોકો માટે શું સમજવાનું? વધુમાં ઉમેરતા કહ્યું કે, ભાજપનું સોશિયલ મીડિયા છે. જે તમામ લોકો કોમેન્ટ કરી રહ્યા છે, જેના આધારે કહી શકીએ કે આ બધું કોણ કરાવતું હશે, આ લોકો બહારથી વાર નથી કરી શકતા તો હલકી કક્ષાની રાજનીતિ પર ઊતરી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.