આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસો ઓછા થતા હવે ભારતીય જનતા પાર્ટીએ જનઆશીર્વાદ યાત્રા શરૂ કરી છે. આજે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી જનઆશીર્વાદ યાત્રા સામે આકરા પ્રહાર કર્યા છે કે, ભાજપ સરકાર કોરોનામાં લોકોને ઓક્સિજન બેડ આપી નથી શક્યા. રાજ્યમાં લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાકાળ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે યાત્રા કરવા નીકળ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ખરાબ પરિસ્થિતિ હતી. મેં લોકોને હોસ્પીટલની બહાર અને બેડ પર મરતા જોયા છે. કોરોના મૃત્યુ પામેલ તમામ દર્દીઓનું અપમાન આ યાત્રા છે. ગુજરાતના કોઈ નેતાઓ કોરોના સમયે ચાલ્યા નહિ. કોરોનામાં ભાજપ સરકાર ફેલ ગઈ એટલે ભાજપે કેન્દ્રના નેતાઓને મોકલ્યા છે.
હાલમાં જોવા જઈએ તો મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી સમસ્યા છે. આ તમામ કાર્યક્રમોના આશીર્વાદ લેવા શું ભાજપના નેતા જાય છે? ઈસુદાન ગઢવીએ માગ કરી છે કે, દિલ્હીની જેમ ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 1 લાખ આપવામાં આવે છે તેમ જનઆશીર્વાદ યાત્રા કાઢવામાં પોસ્ટરો, બેનરો પાછળ લાખોનો ખર્ચ કરવાની જગ્યાએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય રૂપે પૈસા આપવા જોઈએ. આ કોરોનાના કાળમાં જનઆશીર્વાદ યાત્રામાં લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે. કોરોનાથી મોતના આંકડામાં પણ ફેરફાર જોવા મળ્યા છે. સરકાર જો આ મૃતકોને સહાય નહિ આપે તો 2022માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો સહાય કરવામાં આવશે.
આજરોજ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આજે નવા જોડાયેલા પ્રવીણ રામને આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે બીજી તરફ નિખિલ સવાણીને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.