મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓ અને રાઘવ ચઢ્ઢા સાથે મળીને મનોજ સોરઠીયાએ કરંજથી ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાત(Gujarat Election 2022): આપ’ પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભા(Karanj Assembly)ના ઉમેદવાર મનોજ સોરઠીયા(Manoj Sorthiya)એ ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી દાખલ કરતી વખતે મનોજ સોરઠીયા સાથે ‘આપ’ના પ્રદેશ સહપ્રભારી રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતાં. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly elections) માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે.

ત્યારે આજથી ‘આપ’ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભા ઉમેદવાર મનોજ સોરઠીયા પણ આજે વિજય મુહર્તમાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મનોજ સોરઠીયા ‘આપ’ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મંદિર ભગવાનના આશિર્વાદ મેળવવાં પહોંચ્યા હતા.

મંદિરમાં રાઘવ ચઢ્ઢા અને મનોજ સોરઠીયાએ ભગવાનના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી. મનોજ સોરઠીયાએ મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા હતા. ‘આપ’ રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અને પ્રદેશ મહામંત્રી તથા કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાએ ભગવાનના આશીર્વાદ લીધા બાદ સુરતના કરંજમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’માં ભાગ લીધો.

આ રેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત સુરતના સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં પોતાની ભાગીદારી બતાવી. ગુજરાતની જનતા હવે પરિવર્તનના માર્ગે અગ્રેસર છે. તે બતાવા સુરતના સ્થાનિક લોકોએ મનોજ સોરઠીયાને ‘વિજય સંકલ્પ રેલી’માં વિધાનસભા ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા. ગુજરાતની જનતાને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે જો સકારાત્મક બદલાવ જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને જ મત આપીને જીતાડવી પડશે.

ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે ગુજરાતમાં પરિવર્તન માટે કોઈ અલગ પરિશ્રમની નહીં પણ તેના મતની જ જરૂર છે. મંદિર દર્શન અને વિજય સંકલ્પ રેલી બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયા ઉમેદવારી દાખલ કરવા પહોંચ્યા હતા. ઉમેદવારી દાખલ કરતી વખતે મનોજ સોરઠીયાની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સાથે સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *