જાણો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોણે માર્યા- ગોપાલ ઇટાલિયાને પડયા ધોકા

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam)નું પેપર 3 દિવસ પહેલા જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. ત્યારે સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે આ પેપર લીક કેસ મામલે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે, પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. તો પોલીસે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા. જેમાં કેટલાક ઘાયલ થયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, પેપર લીક કોભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમને ધેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,મનોજ સોરઠીયા સહિતના નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં સ્થળ પર જ હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણી સહિત યુથ વિંગના ગુજરાત લેવલના હોદેદારો આ ઉગ્ર વિરોધમાં જોડાયા હતા. પેપર કાંડ મુદ્દે અસિત વોરાને એમના પદ પરથી હટાવવા આમ આદમી પાર્ટી ખુબ જ માંગ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *