આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપ (BJP) માં જોડાયેલા સુરતના(Surat) પાંચ કાઉન્સિલરો (કોર્પોરેટર) ને દેશદ્રોહી સાબિત કરવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સિંગણપોરના ડભોલીમાં રવિવારે AAP કાર્યકરોએ સોસાયટીમાં જઈને પાર્ટી છોડનાર વોર્ડ-3ના કાઉન્સિલર ઋતા કાકડિયા, વોર્ડ-5ની મનીષા કુકડિયા, વોર્ડ-2ની ભાવના સોલંકી, વોર્ડ-16ના વિપુલ મોવલિયા અને જ્યોતિકા લાઠીયાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. જેના પર ‘ગદ્દાર’ લખેલું હતું.
તે જ દરમિયાન આ પ્રકારનું બેનર લઈને કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોની વચ્ચે જઈને તેમના ફોટા પાડ્યા હતા. કાર્યકરોએ કહ્યું કે, અમે આવા ગદ્દારો વતી માફી માંગવા આવ્યા છીએ જેમણે લોકોના મતનો દુરુપયોગ કર્યો છે અને વિશ્વાસ તોડ્યો છે. લોકોએ તેમને પાઠ ભણાવવો જોઈએ. પાર્ટી આવા ગદ્દારો સામે પણ કાર્યવાહી કરશે.
મળતી માહિતી અનુસાર કાર્યકરો સોસાયટી-સોસાયટીમાં ગયા અને લોકોને ગદ્દારોથી સાવધાન રહેવા કહ્યું. ચોકબજાર પોલીસ દ્વારા આ કાર્યકર્તાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. AAP નેતા મહેન્દ્ર નાવડિયા પોલીસ સ્ટેશન ગયા અને કાર્યકરોને છોડાવ્યા હતા.
તે જ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રજનીભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આ અભિયાન ચાલુ રહેશે. અમે અલગ-અલગ સોસાયટીમાં જઈને લોકોને કહીશું કે, પાર્ટીએ તમારી સાથે દગો નથી કર્યો, આ પાંચ લોકોએ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમને શરમ આવે છે કે તમે જેમને મત આપ્યા હતા તેઓ પૈસા લઈને તમારી સાથે છેતરપિંડી કરી છે. અમને શરમ આવે છે. જ્યોતિકા લાઠીયાની સોસાયટીમાં જઈને કાર્યકરોએ લોકોને કહ્યું કે, તમે આ ગદ્દારોથી સાવધાન રહેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.