અમદાવાદ સીટીએમ ચાર રસ્તા નજીક આગ લાગી, બાજુમાં જ ચાલતા કલાસીસના વિદ્યાર્થીઓએ કરી નાસભાગ

ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી : ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ : ૧૦૦થી વધુ સોસાયટીમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન શહેરના સીટીએમ ચાર રસ્તા…

ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી : ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ : ૧૦૦થી વધુ સોસાયટીમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન

શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા રાજશ્રી કોમ્પલેક્સની નીચે ઈલેક્ટ્રિક ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આગની જવાળા અને ભયંકર ધુમાડા નીકળતા જ કોમ્પલેક્સમાં ચાલતા અનેક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી અને એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો  કે, ફાયરબ્રિગેડના જવાનોએ આગની ઘટનાની જાણ થતાં સમયસર ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત આગને કાબૂમાં લઇ લીધી હતી અને ડીપીમાં આગ લાગતાં તેના મારફતે વીજપુરવઠો પામતી આ સમગ્ર વિસ્તારની ૧૦૦થી વધુ સોસાયટીમાં વીજપુરવઠો ખોરવાતાં સ્થાનિક રહીશો આટલી ગરમીમાં ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા રાજશ્રી કોમ્પલેક્સની નીચે આજે કોઇક કારણસર ઈલેક્ટ્રીક ડીપીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. કોમ્પલેક્સમાં આગ લાગતા આગની જવાળા અને ભયંકર ધુમાડા દેખાતાં બાજુના કોમ્પલેક્સમાં ચાલતા વિવિધ ટયુશન કલાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની નાસભાગને લઇ સ્થાનિક લોકો પણ દોડતા થયા હતા. આગની આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ બુઝાવી દીધી હતી.

ઘટનાસ્થળે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોને હટાવવા માટે રામોલ પોલીસનો કાફલો બોલાવાયો હતો. તો, બીજીબાજુ, ડીપીમાં આગ લાગી હોવાના કારણે ટોરેન્ટ પાવરનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ ડીપીમાં આગ લાગવાના કારણે આ વિસ્તારની ૧૦૦થી વધુ સોસાયટી, દુકાન અને ચાલીઓમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન થયા હતા. ફાયરબ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાને ફાયર વિભાગે સામાન્ય ઘટના ગણાવી છે, પરંતુ જો આ ઘટનામાં સુરત ની ઘટના માફક સાવચેતી ન રાખવામાં આવી હોત તો કદાચ અહી પણ તક્ષશિલા જેવી ઘટના બની હોત.ઉલ્લેખનીય છે કે સુરત માં આગની ઘટના પાછળ ફાયર વિભાગ માની રહ્યું છે કે કોમ્પ્લેક્સ ની બાજુમાં આવેલા ડીપીમાં લાગેલી આગને કારને કોમ્પ્લેક્ષ માં આગ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *