સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગંગાસ્વરૂપ બહેનો સાથે રક્ષાબંધન પર્વે કરી પ્રેરણાદાયી ઉજવણી

Mahesh Savani celebrated Raksha Bandhan with Gangasvarup sisters: વ્યક્તિગતથી વૈશ્વિક સેવાની જ્યાથી સરવાણી ફૂટે છે એ પીપી સવાણી(PP Sawani) ગ્રુપ દ્વારા પરિવાર પ્રત્યેના ઉત્તરદાયિત્વના ભાગરૂપે…

Mahesh Savani celebrated Raksha Bandhan with Gangasvarup sisters: વ્યક્તિગતથી વૈશ્વિક સેવાની જ્યાથી સરવાણી ફૂટે છે એ પીપી સવાણી(PP Sawani) ગ્રુપ દ્વારા પરિવાર પ્રત્યેના ઉત્તરદાયિત્વના ભાગરૂપે અનેક વખત વિવિધ સેવાકીય અને સમાજ ઉત્થાન માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. દીકરીઓના સમૂહલગ્ન હોય, દિવાળી હોય કે પછી રક્ષાબંધન  સમાજને સકારાત્મક પ્રેરણા આપનાર પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી હરહંમેશ સમાજના લોકોને કંઈક અનોખું શીખવતા આવ્યા છે, હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી(Mahesh Savani)એ આ રક્ષાબંધન પર સમાજને એક નવો અને અનોખો મેસેજ આપ્યો છે.

સમાજમાં સારા-નરસા પ્રસંગોમાં ભજન-કીર્તન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગંગા સ્વરૂપ બહેનો જે તમેના બાળકો માટે “માવતર” ની ભૂમિકા અદા કરે છે, તેવી બહોનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.(Mahesh Savani celebrated Raksha Bandhan with Gangasvarup sisters) ગંગા સ્વરૂપ તમામ બહેનોને સ્મુતીભેટ રૂપે વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી(Mahesh Savani) હસ્તે “રાશનકીટ” અર્પણ કરી સમાજમાં રહેતા આર્થિકરીતે સક્ષમ લોકો માટે ખરા અર્થે રક્ષાબંધન ઉજવવાનો નવો ચીલો શરુ કર્યો છે.

આ ઉપરાંત, તમામ “બહેનો” એ“ભાઈ” નું મોઢું મીઠું કરવા માટે મોંઘી મીઠાઈઓ પાછળ ખોટા ખર્ચા કર્યા વગર નાની-નાની “જનનીધામ” ની દીકરીઓ માટે કોસ્મેટીક ભેટ આપી આ દીકરીઓના મોઠા પરનું સ્મિત જ “ભાઈ” નું મોઢું મીઠું કર્યા બરાબર ગણાવ્યું હતું. આવી ઉચ્ચ વિચારધારા સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વ સંવેદનાશીલ દ્ર્શ્યો જોવા મળ્યા હતા. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, સમાજમાં જે “ભાઈઓ” ને બહેન નથી તેમને એક ગંગા સ્વરૂપ બહેનનો સહારો બનીએ અને આ પવિત્ર પર્વ નિમિત્તે પુણ્યરૂપી બંધને બંધાઈ ખરા અર્થે ભાઈનું રૂણ અદા કરી શકે છે અને સમાજમાં રહેતી ગંગા સ્વરૂપ બહેનોને પણ સહાનુભૂતી મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *