બદરપુર ફ્લાયઓવર પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: 3ના કરૂણ મોત, 4ની હાલત ગંભીર

Delhi Accident: રાજધાની દિલ્હીમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના…

Delhi Accident: રાજધાની દિલ્હીમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી(Delhi Accident) રહી છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના બદરપુર ફ્લાયઓવર પર થઈ હતી. આ અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે,ત્યારે આ અંગે એવા એક અહેવાલ બહાર આવ્યા છે કે બધા એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.

કારમાં 7 લોકો સવાર હતા
માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે એક PCR કોલ આવ્યો હતો. કોલ પર ફોન કરનારે જણાવ્યું કે બદરપુર ફ્લાયઓવર પર કારના શોરૂમ પાસે અકસ્માત થયો છે. તેણે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની જાણ કરી. પોલીસે જણાવ્યું કે કારમાં 7 લોકો હતા, જેમાંથી 3ના મોત થયા હતા અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, ત્યારબાદ કાર ડિવાઈડર સાથે અથડાઈને વિરુદ્ધ દિશામાં ગઈ હતી.આ પછી કાર ત્યાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી.

ટ્રોમા સેન્ટરમાં દાખલ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર નંબર UP 85 B 27334 લગ્નમાં હાજરી આપીને ફરીદાબાદથી આવી રહી હતી. કાબુ ગુમાવ્યા બાદ કાર વિરુદ્ધ દિશામાં જઈને ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર મારનાર ટ્રકનો નંબર NL 01 AD 8898 છે. હાલ તમામ ઘાયલોને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો અલ્ટો કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને હરકેશ નગર પલ્લા ફરિદાબાદ સ્થિત તેમના સંબંધી સોહન લાલના લગ્નના રિસેપ્શનમાં સામેલ થવા આવી રહ્યા હતા.

મૃતક અને ઈજાગ્રસ્ત લોકોની યાદી
મૃતક રાજ (21) પુત્ર કમલસિંહ, રહેવાસી ડી-191 સંજય કોલોની ઓખલા,મૃતક સંજુ (38) તજેન્દર સિંહનો પુત્ર, રહેવાસી ડી-234 સંજય કોલોની ઓખલા,મૃતક દિનેશ (22) દુર્ગા પ્રસાદનો પુત્ર, રહેવાસી ડી-191 સંજય કોલોની ઓખલાના મોત થયા છે,ત્યારે આ લોકોના મોતના પગલે પરિવારમાં ભારે આક્રન્દ છવાયું છે.જયારે નીરજ (18) રાધેનો પુત્ર, રહેવાસી ડી-191 સંજય કોલોની ઓખલા,અજીત (28) પુત્ર સત્યવીર, રહે ડી-496 સંજય કોલોની ઓખલા,વિશાલ (28) પશુનો પુત્ર, રહે ડી-103 સંજય કોલોની ઓખલા અને અંશુલ (18) પુત્ર ઓમપ્રકાશ, રહે ડી-347 સંજય કોલોની ઓખલા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા છે.