દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે. ભરૂચ-જંબુસર રોડ પર આજે વહેલી સવારે કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે ભરૂચ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દેરોલ અને દયાદરા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત
દક્ષીણ ગુજરાતમાં આવેલ ભરૂચ-જંબુસર રોડ પર આવેલા દેરોલ અને દયાદરા ગામ વચ્ચે કન્ટેનર અને ઇકો કાર પસાર થઈ રહ્યા હતા. આ સમયે કન્ટેનર અને ઇકો કાર ધડાકાભેર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા 7 વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા અને ઇકો કારમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢ્યા અને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી.
પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પરિવારજનોના આક્રંદે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાવી દીધી
7 વર્ષના બાળકના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle