Patan (પાટણ):ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસે અને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા પાટણ શહેરમાંથી સામે આવી છે. પાટણ જિલ્લાના હાઇવે માર્ગે પુરઝડપે જતા ટ્રકે અચાનક જ બ્રેક મારતા ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે.
આજે સવારે સાતલપુર-પીપરાઈ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે ખૂબ જ ભયંકર અકસ્માત સર્જાયો છે. ત્યાં ટ્રકે અચાનક જ બ્રેક મારતા પાછળથી આવતા બે ટ્રક અથડાયા હતા. આ અકસ્માતની ઘટનામાં છેલ્લા ટ્રકના ડ્રાઇવર અને કંડકટર કચડાય ગયા હતા આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા.
પાટણના રાધનપુર સાતનપુર હાઇવે પર આવેલા પીપરાળા ગામ નજીક સોમવારે વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવરની બેદરકારીને લીધે બે માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અચાનક જ બ્રેક મારતા પાછળથી આવતા બેઠકો ખૂબ જ ભયંકર રીતે અથડાયા હતા.
આ અકસ્માતમાં વચ્ચેના ટ્રકના ડ્રાઇવર અને કંડકટરને ગંભીર ઈજાઓ થઈ છે, આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા છે. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તેની ટીમ સાથે તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી.
પાટણમાં છાતીનાં પાટિયાં બેસી જાય તેવો ખૌફનાક અકસ્માત… હિંમતવાળા જ જોજો ધ્રુજાવી દેતા દ્રશ્યો pic.twitter.com/WpuY1pdzWd
— Ola Movie (@ola_movie) March 6, 2023
ત્રણેય ટ્રક અને એકબીજાથી દૂર કરવા માટે ટ્રેનની મદદ લેવામાં આવી હતી હાલ પોલીસે બંને મૃત દેને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને વચ્ચેના ટ્રકના ડ્રાઇવર અને કંડકટરને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.