એ વતન તેરે લિયે… માં ભોમની રક્ષા કરતા BSF જવાનનું હાર્ટ ઍટેકથી મોત- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય

BSF jawan dies of heart attack: ગુજરાતમાં હાર્ટઍટેકના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. પરિવાર અને ગામનું ગૌરવ વધારવા ભારતીય સેનામાં જોડાયેલ જવાનનું ફરજ ઉપર જતા સમયે હાર્ટઍટેકથી મોત નીપજ્યું છે. આ તરફ જવાનના મોતથી પરિવારના લોકો અને ગામના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. BSF દ્વારા (BSF jawan dies of heart attack) ગાર્ડ ઓફ ઓનર આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામના જવાનનું હાર્ટઍટેકથી મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. રાહુલ ચૌધરી નામનો જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલામાં આવ્ચો હતો. ત્યારપછી રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. આ દરમિયાન અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત નીપજ્યું છે.

દિયોદરના મકડાલા ગામમાં જવાન રાહુલ ચૌધરીના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો જોકે એ પહેલા જ રાહુલ ચૌધરીને હાર્ટઍટેક આવતા તેમનું મોત નીપજ્યું છે. આ તરફ રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *