અમદાવાદના એસજી હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત- બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

Ahemdabad Accident: રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમજ મોટાં શહેરો કે સામાન્ય રસ્તાઓ પર સતત ભારે વાહનો યમરાજ બનીને ફરી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદ(Ahemdabad Accident) શહેરમાં ભારે વાહનને કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

એક યુવકનું ઘટનાસ્થળે જ મોત
આ અંગેની માહિતી અનુસાર, એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલપમ્પ પાસે આ ઘટના બની છે. જેમાં ડમ્પર મિક્સર બાઈક પર સવાર બે યુવકોને કચડ્યા હતા, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે ઈજાગ્રસ્ત થયેલા અન્ય યુવકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બંને યુવકો જે બાઈક પર સવાર હતા તે રાજસ્થાનના નંબર વાળું બાઈક હતું, જેના પરથી એવું અનુમાન છે કે આ બંને યુવકો રાજસ્થાનના વતની હશે. ટ્રક ચાલક અને તેના ટ્રકને SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સતત એસજી હાઈવે પર વધ્યા અકસ્માત
આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કારગિલ પેટ્રોલ પંપ પાસેથી એક બાઈક પસાર થઈ રહ્યું છે. ત્યારે પાછળથી આવતા ડમ્પર મિક્સર અચાનક ટર્ન મારતા આગળના ટાયર નીચે બાઈક સવાર બે વ્યક્તિ આવી ગયા હતા.આ ઘટના સર્જતા આસપાસના લોકો તાત્કાલિ દોડી આવ્યા હતા. ત્યારે હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી ચાલકની અટકાયત કરી છે. જેમાં એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

આ બંને યુવકો જે બાઈક પર સવાર હતા તે રાજસ્થાનના નંબર વાળું બાઈક હતું, જેના પરથી એવું અનુમાન છે કે આ બંને યુવકો રાજસ્થાનના વતની હશે. ટ્રક ચાલક અને તેના ટ્રકને SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.