અકસ્માતની ઘટના હાલ પેટ્રોલ-ડીઝલના ભાવની જેવી થઇ રહી છે, જેવી રીતે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એવી રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આજના દિવસે જ ગુજરાતમાં સવારથી લઈને 3 મોટા અકસ્માતો થયા છે અને ઘણા લોકોના મોત નીપજ્ય છે. આણંદના બોરસદ-વાસદ હાઈ-વે પર બે કાર વચ્ચે અક્સ્માત ભારે સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 જેટલા લોકોને ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
સાથે-સાથે આણંદના બોરસદ-વાસદ રોડ પર કંથારિયા પાટિયા પાસે બે કાર વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના રાહદારીઓને કારમાં સવાર લોકોને બચવવાની કામગીરી અર્થે દોડી આવ્યા હતા. લોકોએ અકસ્માત વાળી કારમાંથી ગંભીર ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોને બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
રાહદારીઓએ અકસ્માતની જાણ પોલીસને કરતા આંકલાવ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરીને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને મૃત્યુ પામેલા ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. રસ્તા વચ્ચે રહેલી બંને કારને સાઈડમાં લેવા માટે પોલીસે JCBની મદદ લીધી હતી. અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર થોડી વાર માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
અહિયા બીજી તરફ વહેલી સવારના સમયે રાજકોટ શહેરના ભૂતખાના ચોકડી ધોરાજી-જામકંડોરણા-રાજકોટ રૂટની ST બસની બ્રેક ફેઈલ થતા બસે એક કાર, એક રીક્ષા અને બે એકટીવાને અડફેટે લઇ લીધા હતા. આ અક્સ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, તો અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી આવ્યા હતા. અને પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી.
ત્રીજી અકસ્માતની ઘટના ગુજરાતના મોરબી-રાજકોટ હાઈ-વે પર સર્જાઈ હતી. બે વેવાઈ એક બાઈક પર રાજકોટથી મોરબી તરફ જઈ રહ્યા હતા, તે સમયે બાઈક આગળ જતા ટ્રેલરની પાછળથી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બંને વેવાઈનું મોત કરુણ મોત હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news