હે રામ તું આટલો નિર્દયી ક્યારે થયો? ગાંધીનગરમાં એક સાથે ઉઠી પરિવારના ચાર સભ્યોની અર્થી

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક કાળજું કંપી ઉઠે તે પ્રકારની ઘટના સામે આવ્યા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના દહેગામ(Dehgam)નાં હરખજીનાં મુવાડા નજીક શનિવારના રોજ ડમ્પરની ટક્કરથી દોહિત્ર અને નાના મોતનાં મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ નાની અને દીકરીને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થતાં લાલુજીની મુવાડી ગામમાં ગણતરીના કલાકોમાં એકજ પરિવારના ચાર લોકોની અર્થી ઉઠતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામમાં રહેતો જીતેન્દ્રસિંહ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. જીતેન્દ્રસિંહના પરિવારમાં માતા જશોદાબેન, પિતા તરખસિંહ અને બહેન હીરલ હતી. જેને ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે શૈલેષકુમાર બળદેવભાઇ બારૈયા સાથે પરણાવવામાં આવી હતી. આ લગ્ન જીવનથી તેને પાંચ વર્ષનો દીકરો મયુર પણ હતો.

જો વાત કરવામાં આવે તો છેલ્લા ચારેક મહિનાથી હિરલ તેના દીકરા મયુર સાથે પિયર રહેતી હતી અને ગઈકાલે શનિવારના રોજ તખતસિંહ કુબેરસિંહ સોલંકી તેમના પત્ની જશોદાબેન, દીકરી હિરલબેન તેમજ પાંચ વર્ષના દોહિત્ર મયુરને બાઈક ઉપર લઈ દહેગામ ખાતે ખરીદી કરવા માટે ગયા હતા અને માર્કેટમાં ખરીદી કર્યા બાદ બધા બાઈક ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે દહેગામ બાયડ રોડ હરખજીના મુવાડા નજીક પાસેના રોડ ઉપર સામેથી આવી રહેલા ડમ્પરનાં ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે અને જેમ ફાવે તેમ હંકારીને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતના કારણે ચારેય લોકો બાઈક પરથી ઉછળીને રોડ ઉપર અથડાયા હતા. જેનાં કારણે પાંચ વર્ષીય મયુરનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 108 એમ્બ્યુલન્સ માધ્યમથી ઈજાગ્રસ્ત તરખસિંહ તેમના પત્ની જશોદાબેન અને દીકરી હિરલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા ડોકટર દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તરખસિંહને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં માતા દીકરીને ગંભીર ઈજાઓ થવાને કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન જશોદાબેન અને તેમની દીકરી હિરલનું પણ મોત નીપજ્યું હતું. આમ ગણતરીના કલાકોમાં સોલંકી પરિવારનાં ચાર સભ્યોના મોતનાં સમાચાર મળતાની સાથે જ ગામમાં માતમ છવાઈ ગયો છે. એક બાદ એક એમ ચાર અર્થીઓ ઉઠતાં પરિવારના પગ તળે જમીન સરકી ગઈ હતી. આ અંગે દહેગામ પોલીસ દ્વારા ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *