અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત: રોંગ સાઇડથી આવતી કારની ST સાથે ટક્કર, 2ના મોત, 10 ઘાયલ

Accident in Express highway: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક જોરદાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં(Accident in Express highway) 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 10 લોકો ગભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે.

10 લોકો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર
મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસ.ટી બસ વચ્ચે ગભીર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બસમાં સવાર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસના ડ્રાઈવર અને કંડકટરને પણ માથાના ભાગે ઈજા થઈ છે. રાહદારીઓના જણાવ્યા મુજબ, કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો તેવું જણાવવામાં આવી રહ્યું છે.

જાણ થતાં જ દોડી આવી હતી પોલીસની ટીમ
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિક ક્લિયર કરાવવામાં પણ આવ્યું હતું.અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જાવામાં આવ્યા હતા અને તેમની તાત્કાલિક સારવાર પણ ચાલુ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *