જૂનાગઢના વંથલી-સોમનાથ હાઈવે પર સર્જાયો દર્દનાક અકસ્માત, 1 નુ મોત- દ્રશ્યો જોઈ કાળજું ફફડી ઉઠશે

Accident in Junagadh: ગુજરાતમાં અવારનવાર અકસ્માત (Accident)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે…

Accident in Junagadh: ગુજરાતમાં અવારનવાર અકસ્માત (Accident)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો જૂનાગઢ (Accident in Junagadh)ના વંથલી-સોમનાથ હાઈવે (Vanthali-Somnath Highway Accident) પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને લીધે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. તેમજ એક વ્યક્તિનું કરુણ મોત (One died in Accident) થયું હતું.

મહત્વનું છે કે, આ અકસ્માતમાં એક કાર કચુંબર બની ગઈ હતી. આ દર્દનાક અકસ્માતની ઘટના બનતા હાઈવે પર લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. તો બીજી બાજુ આ અકસ્માતની જાણ પોલીસને થાત તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ દર્દનાક અકસ્માતમાં પંકજભાઈ હીરાલાલ દીક્ષિત નામના વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

વાત કરવામાં આવે તો અન્ય ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. વંથલી સોમનાથ બાયપાસ પર અવારનવાર દર્દનાક અકસ્માતના બનાવો બનતા હોય છે. દર્દનાક  અકસ્માતના આ બનાવોને રોકવા લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી જુનાગઢ પોલીસ પણ વારંવાર પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

સામે આવી રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, કેટલો ગંભીર અકસ્માત સર્જાયો હશે. કારનો તો બુકડો બોલી ગયો છે. કારનો એક ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. આ દર્દનાક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *