ચીચીયારીથી ગુંજી ઉઠ્યો નેશનલ હાઈવે, એક સાથે 10 વાહનો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- આટલા લોકોના મોત

મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે(Mumbai-Agra National Highway) પર આઠથી દસ વાહનો એકબીજા સાથે અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. વાહનોમાં ફસાયા બાદ અકસ્માતનો ભોગ બનેલા…

મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે(Mumbai-Agra National Highway) પર આઠથી દસ વાહનો એકબીજા સાથે અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. વાહનોમાં ફસાયા બાદ અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવામાં વહીવટીતંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માત(Accident)માં મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.

આ અકસ્માતમાં એક મારુતિ બોલેરો કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. વાહનોની નંબર પ્લેટો સદંતર તૂટી જવાના કારણે વાહનો અને મુસાફરોની માહિતી મેળવવી મુશ્કેલ બની રહી છે. આ દુર્ઘટના મધ્યપ્રદેશ(Madhya Pradesh)થી ધુલે(Dhule) તરફ જતા રોડ પર બની હતી.

એવું જણાવવામાં આવ્યું હતું કે, શિરપુર તાલુકાના પલાસનેર વિસ્તારમાં મધ્યપ્રદેશના મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર સેંધવાથી શિરપુર તરફ આવતી વખતે બુધવારે રાત્રે લગભગ 8 થી 8:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણથી ચાર ફોર વ્હીલર અને કેટલીક ટ્રક સામેલ છે. આ ઘટનામાં અનેક ફોર વ્હીલરનો નાશ થયો છે. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાજર હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ પણ લોકો હજુ પણ અનેક વાહનોમાં ફસાયેલા છે. જેને વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગ્રામજનોએ પોલીસને પણ જાણ કરી છે. આ સાથે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજકાલ રોડ એક્સિડન્ટના સમાચારો સામે આવવા લાગ્યા છે અને તેનું સૌથી મોટું કારણ ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાન ન રહેવું છે. રાત પડવાને કારણે ડ્રાઇવરને ઊંઘ પણ આવી જાય છે, પરંતુ તેની નાની ભૂલને કારણે મોટો રોડ અકસ્માત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *