સુખી-સંપન્ન હોવા છતાં તમામ સંપતીનો ત્યાગ કરીને સંયમની વાટ પકડી, યાત્રામાં ઉમટી પડ્યું માનવ મહેરામણ

ગુજરાત: સૂરીશાન્તિના ચરમ પટ્ટધર, જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી (Jainacharya Jinchandrasurishwarji) મહારાજની સૌપ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત કરાયેલ સિંહસત્ત્વોત્સવ સુરત…

ગુજરાત: સૂરીશાન્તિના ચરમ પટ્ટધર, જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી (Jainacharya Jinchandrasurishwarji) મહારાજની સૌપ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત કરાયેલ સિંહસત્ત્વોત્સવ સુરત શહેર (Surat city) ની સામૂહિક દીક્ષા મહામહોત્સવના, પૂજય મોટા સાહેબજીને અંજલિરૂપે સૌપ્રથમ 59 મુમુક્ષને દીક્ષા અપાઈ છે.

સાથે જ આની બાદમાં અત્યાર સુધીમાં કુલ 74 જેટલા મુમુક્ષુરત્નને દીક્ષાના મુહૂર્ત આપી દેવામાં આવ્યા છે કે, જેમાં અમદાવાદની ભાઇ-બહેનની જોડી પણ સાથે જ ગઈકાલે દીક્ષા અપાઈ છે. આ 74 મુમુક્ષુમાં એકસાથે 8 પરિવાર ઘરને તાળાં મારી સંયમની વાટ પકડવા જે રહ્યા છે.

ભોરોલ તીર્થના ગુણવંતભાઈ તેમજ મીનાબેન 4 દીકરીને પહેલા દીક્ષા આપીને હવે 17 વર્ષના એકના એક દીકરા વિમલની સાથે સંસારત્યાગ કરવ જે રહ્યા છે. સુરતના વિપુલભાઈ 2 દીકરા અને ધર્મપત્ની સાથે દીક્ષા લેશે. સુરતના જ જેતડાવાળા અશોકભાઇ સજોડે એકના એક દીકરા પરમની સાથે દીક્ષા લીધી હતી. તેમના વાયણા પ્રસંગે આયોજિત વર્ષીદાન શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ ચાવડા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી. પટેલે હાજરી આપીને પૂજ્ય સંત ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આની સાથે જ ઘોઘારી સમાજના મુંબઇના વિરેન્દ્રભાઇ સજોડે પહેલા 2 નાની દીકરીઓને દીક્ષા આપીને તેમજ પાલડીના ભરતભાઇ પોતાનાં 4 સંતાનને પૂર્વે દીક્ષા આપીને હવે પોતે પણ સજોડે સંયમનાં માર્ગે નીકળી ચુક્યા છે. મુંબઇના લલિતભાઇ સજોડે દીકરા માનવ તથા બે દીકરી સંગ પાંચ પરિવારજન સંયમની વાટે જે રહ્યા છે.

જયારે પાર્શ્વ શાંતિધામ તીર્થના સ્થાપક સાચોરના ધનાઢ્ય પરિવારનાં 4 પરિજનો મુકેશભાઈ, તેમનાં ધર્મપત્ની અને દીકરા યુગ તેમજ દીકરી સાથે તો કરાડના ફક્ત 33 વર્ષીય દંપતી અંકિતભાઇ સજોડે દીક્ષા લીધી હતી. અમદાવાદના વિશ્વાકુમારી ભાવેશભાઇ ભંડારી તેમજ ભાઇ ભવ્યકુમાર ભંડારી પણ સંગાથે સંયમ માર્ગે ગયા હતા.

સંઘવી ગિરીશભાઈ અમૃતલાલ ભંડારી પરિવારે છ’રિ પાલિત સંઘ, 99 યાત્રા, ઉપધાન તપ, છ ગાઉ યાત્રા, 12 ગાઉ યાત્રા જેવા કેટલા ધાર્મિક અનુષ્ઠાનો પણ કરાવ્યા છે. આ પરિવારના સંતાનો આર્થિક અતિસંપન્ન હોવા છતાં બધી જ ભૌતિક સુવિધાઓ છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી દર્શાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *