ગુજરાત(Gujarat): બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે(Tharad-Dhanera highway accident) પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે, આ અકસ્માતમાં કુલ 5 લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે આ ગોઝારા અકસ્માતમાં 3થી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું હતું. હાલમાં મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અને 3 ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલમાં તો તમામ મૃતદેહોને ધાનેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી ત્રણ પુરૂષ જ્યારે બે બાળકોનો સમાવેશ થાય છે. એક સાથે પાંચ લોકોના મોત થતાં ઠાકોર સમાજમાં ચકચાર મચી જવા પામી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ મૃતકોના નામ:
ગેમરજી ઠાકોર 55 વર્ષ, રમેશભાઈ ઠાકોર 35 વર્ષ, અશોકભાઈ ઠાકોર 30 વર્ષ, ટીપું ઠાકોર 7 વર્ષ, શૈલેષ ઠાકોર 2 વર્ષ ના અકસ્માતમાં કરુણ મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.