સુરતમાં સ્પોર્ટ્સ બાઈક લઈને નીકળેલા બે મિત્રોને ભરખી ગયો કાળ, એકટીવાને ઓવરટેક કરવાના ચક્કરમાં થયો અકસ્માત

સુરત(Surat): સાયણ ગામે(Sayan village) નહેર કોલોનીમાં રહેતો એક યુવક પોતાની નવી ખરીદેલી સ્પોર્ટ બાઇક(Sport bike) પર પોતાના મિત્રને બેસાડી ઓલપાડ(Olpad) તરફથી આવી રહ્યો હતો. તે વખતે આગળથી જતી એક્ટિવા મોપેડની ઓવરટેક(Overtake) કરતા સમયે થયેલા અકસ્માત(Accident)માં બાઇક ચલાવી રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મિત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતો રાકેશ વસાવા(ઉ.વ 21) કે જેના લગ્ન થયા બાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન તેના ઘરે 18 દિવસ પહેલા બાળકનો જન્મ થયેલ હતો. જેને લીધે સ્પોર્ટ બાઇક ચલાવવાનો શોખ રાખતો રાકેશ વસાવાનો 13 ઓક્ટોબરે જન્મદિવસ હોવાને લીધે તે દિવસે તેણે યામાહા કમ્પની R 15 સ્પોર્ટ બાઇક ખરીદી હતી, જે બાઈકનો હજુ રજીસ્ટર નંબર આવવાનો પણ બાકી હતો.

ત્યારે 24 તારીખને રવિવારના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવતી વખતે એક્ટિવા મોપેડ નંબરની ઓવરટેક કરવા માટે પુરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો અને તેનો એક્ટિવા સાથે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચલાવી રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મિત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ગંભીર અકસ્માતમાં સ્પોર્ટ બાઇક ચાલક રાકેશ વસાવા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બાઇક પર બેઠેલા કાર્તિકને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેમનું પણ સારવાર દરમીયાન મોત થયું હતું. બંને મિત્રોને એક જ દિવસે કાળ ભરખી ગયો હતો. જ્યારે બાઇક ચાલક રાકેશનું ઘટના સ્થળે થયેલ મોતના કારણે તેના ઘરે 18 દિવસ પહેલા જન્મેલા માસુમ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી હતી અને તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *