ઘણી વખત પુરુષો મહિલાઓની પસંદગીને સમજી શકતા નથી. જેથી કોઈ મહિલા સામે મિત્રતાનો પ્રસ્તાવ મુકતા બદલામાં નિષ્ફળતા મળતી હોય છે. દરેક વખતે નિષ્ફળતા પ્રાપ્ત થતા પુરુષો માનસિક તણાવ અનુભવતા હોય છે. કામસૂત્રના ગ્રંથમાં કામની 64 કળાઓ વિશે જણાવવામાં આવ્યું છે. કામસૂત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે. તો આવો જણાવીએ કે સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે.
કામસૂત્રનું વિસ્તૃત જ્ઞાન :- કામસૂત્ર મુજબ સ્ત્રીઓને એવા પુરુષો વધુ પસંદ હોય છે જેમને કામસૂત્ર અંગે વિસ્તૃત માહિતી હોય.
શાયરીવાળો અંદાજ :- એવા પુરુષો જેમને પોતાના વાતો સારી રીતે રજૂ કરતા આવડતી હોય અને શાયરી કરી લેતા હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.
શારીરિક રીતે સક્ષમ :- એવા પુરુષો જે શારીરિક રીતે સક્ષમ હોય અને યુવાન હોય. તે પુરુષો સ્ત્રીઓને પસંદ હોય છે. એવા પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ વધુ હોય છે.
વિશ્વાસપાત્ર :- એવા પુરુષો જે વિશ્વાસ કરવા લાયક હોય તેઓ પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. સ્પોર્ટ્સ અને કળામાં કુશળ પુરુષો પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.
સૌભાગ્યશાળી :- જે પુરુષોની પ્રસિદ્ધિ સૌભાગ્યશાળી હોય તે પુરુષો પણ સ્ત્રીઓને પસંદ હોય છે.
સાહસી અને શૂરવીર :- એવા પુરુષો જે સાહસી અને શૂરવીર હોય તે સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરે છે.
શ્રેષ્ઠ પુરુષ :- એવા પુરુષો જે વિદ્યા, જ્ઞાન, ગુણમાં નિપુર્ણ હોય તેવા પુરુષો અને શ્રેષ્ઠ પુરુષો સ્ત્રીઓને પહેલી પસંદ હોય છે.
વિવિધ બાબાતોનું જ્ઞાન :- પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં પણ જેનું મગજ દોડતું હોય તેવા એટલે કે મલ્ટી-ટેલેન્ટેડ પુરુષો સ્ત્રીની પસંદમાં કેન્દ્ર સ્થાને રહે છે.
મહત્વકાંક્ષી અને ઉત્સાહી :- કામસૂત્ર અનુસાર પુરુષોએ મહત્વકાંક્ષી અને ઉત્સાહી હોવું જોઈએ. નિરોગી પુરુષ સ્વાભાવિક રીતે જ સ્ત્રીને પસંદ પડે છે.
કામસૂત્રને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ રહેલી હોય છે. લોકોની એવી ખોટી માન્યતા પણ છે કે કામસૂત્રમાં માત્ર સેક્સ પોઝિશન અંગે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ હકીકત નથી. કામસૂત્ર 7 ભાગોમાં વહેંચાયેલું છે. જેમાં શારીરિક સંબંધ વિશેની માહિતી ‘સંપ્રયોગિકમ’ ભાગમાં આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news