સુરતમાં રોડ ક્રોસ કરી રહેલ યુવાનને BRTS બસે અડફેટે લેતાં પિતાને આવ્યો એકનો એક દીકરો ગુમાવવાનો વારો

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. કામરેજ તથા સરથાણા વિસ્તારને જોડતા BRTS રૂટમાં અકસ્માત સર્જાયો છે. BRTS રૂટ ક્રોસ કરી રહેલ 14 વર્ષીય કિશોરને BRTS બસે અડફેટે લીધો છે. જેને કારણે ઘટનાસ્થળ પર જ કિશોરનું મોત થયું છે.

બીજી બાજુ અકસ્માત પછી BRTS બસ લઈને ચાલક ફરાર થઈ જાય છે. જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતાં ઘટનાસ્થળ પર પહોંચીને કિશોરને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

શાકભાજી વેચનારે પુત્ર ગુમાવ્યો :
સુરતમાં આવેલ કામરેજ સરથાણા વિસ્તારને જોડતા BRTS બસના રુટ પર એક 14 વર્ષનાં કિશોરને બસે અડફેટે લીધો છે. શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહેલ અમિત મુકેશ પરમારનું મોત નીપજયુ છે. અમિત નામનો કિશોર રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ :
BRTS રૂટમાં ચાલકની બેદરકારીને લઈ ઘણીવાર અકસ્માત સર્જાતાં હોવાંથી રોષની લાગણી સાથે સ્થાનિકો જણાવે છે કે,  એક બાદ એક અકસ્માતના ગંભીર ઘટનાઓ બની રહી છે પણ તેમ છતા તંત્રની આંખ ખુલતી નથી. પોલીસ દ્વારા આ દુર્ઘટનામાં જવાબદાર બસ ચાલકની વિરુદ્ધ કડક પગલા લેવામાં તેવી માંગની કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *