ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરના અંગત મિત્રનું અકસ્માતમાં દર્દનાક મોત- હૈયાવરાળ ઠાલવતા લોકોને જાણો શું આપ્યો સંદેશ

ગુજરાત(Gujarat): ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને લોકોના દિલમાં આગવું સ્થાન મેળવનાર દિગ્ગજ અભિનેતા મલ્હાર ઠાકર(Malhar Thakar)ના અંગત મિત્રનું અકસ્માત(Accident)માં દર્દનાક મોત થયું છે. ત્યારે આ ઘટના અંગે મલ્હાર ઠાકરે પોતાના ઈન્સ્ટાગ્રામ(Malhar Thakar Instagram) પેજ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, પોતાનો અંગત મિત્ર અને તેમની ડીરેક્શન ટીમનો કિંગ જપન ઠાકર(Japan Thakar) હવે આ દુનિયામ રહ્યો નથી. સમગ્ર ઘટના મલ્હાર ઠાકરે આ વિડીયોમાં કહી છે, સાથે જ પુરપાટ ગાડી ચલાવતા લોકો પર પોતાની હૈયાવરાળ ઠાલવતા શું કહ્યું જુઓ આ વિડીયોમાં…

મળતી માહિતી અનુસાર, અમદાવાદના એસજી હાઇવે પર સોલા ઓવર બ્રિજ સત્યમેવ કોમ્પ્લેક્સની સામે એક કારચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારતા યુવક ફ્ગવાઈ ગયો હતો અને નીચે પટકાયો હતો, જેને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. દર્દનાક અકસ્માતમાં મલ્હાર ઠાકરના અંગત મિત્ર જપન ઠાકરનું મોત થયું હતું.

જો વાત કરવામાં આવે તો પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલકે એક્ટિવાને પાછળના ભાગે મોતની ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક નીચે જમીન પર પટકાયો હતો. ગમખ્વાર અકસ્માત બાદ કારચાલક પોતાની કાર રોકી રોકાઈ ગયો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા એસજી 1 ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતક જપન ઠાકરના પરિવારજનને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી અને કારચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ સમગ્ર ઘટના અંગે મલ્હાર ઠાકરે પ;પોતાના વિડીયોમાં કટાક્ષ ભર્યા શબ્દો પુરપાટ ગાડી ચલાવી રહેલા લોકોને કહેતા જોવા મળે છે અને સાથે આવી રીતે વાયુવેગે ગાડી ચલાવીને કોઈના જીવનનો અંત ન લાવીએ, તે પ્રકારનો પોતાની હૈયાવરાળ ઠાલવતા એક સંદેશો પણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *