Actress Niti Taylor Reveals: ‘બડે અચ્છે લગતે હૈં (Bade achche lagte hain) સીઝન 2’ની અભિનેત્રી નીતિ ટેલર(Niti Taylor) ટીવી સિરિયલોને કારણે દરેક ઘરમાં ખૂબ ફેમસ છે. નીતિ અત્યાર સુધી ઘણા શોમાં જોવા મળી છે. નીતિએ ડાન્સ રિયાલિટી શોના એક એપિસોડમાં પહેલીવાર પોતાના બાળપણ વિશે વાત કરી હતી. તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી. નીતિ જણાવે છે કે, બાળપણમાં તેના હૃદયમાં છિદ્ર હતું. અભિનેત્રીએ તાજેતરમાં જ તે બાળપણમાં જે આઘાતજનક સફરમાંથી પસાર થઈ હતી અને તેની તેના જીવન પર કેવી અસર પડી તે વિશે ખુલાસો કર્યો.
થોડી મિનિટો માટે મરીને જીવતી થઈ હતી એક્ટ્રેસ:
અભિનેત્રી નીતિ ટેલરે એક વાતચીતમાં, તેણીએ બ્લુ બેબી હોવાની વાત કરી અને જણાવ્યું કે તે જન્મ્યાની થોડી જ મિનિટોમાં મૃત્યુ પામી અને ફરીથી જીવિત થઈ ગઈ.
એક્ટ્રેસ નીતિ ટેલરે શેર કરી દુઃખદ ઘટના:
એક્ટ્રેસ આગળ જણાવતા કહ્યું કે,”હું તેના સામે જંગ લડી, તો હું જીવનમાં કંઈ પણ કરી શકું છું. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે કેવી રીતે આ યારિયા શો આટલો મોટો હિટ થઈ ગયો.”
ચોકલેટ ખાવાની પણ પરમિશન ન હતી:
નીતિ ટેલરે એ પોતાના બાળપણની કડવી યાદોને પણ શેર કરતા જણાવ્યું કે તેમને ફરવા, ડાન્સ કરવા કે પાર્કમાં જવાની પરમિશન ન હતી. સાથે જ બાળપણમાં મને ચોકલેટ ખાવાની પણ પરમિશન ન હતી. માટે હજુ સુધી મને ચોકલેટ પસંદ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.