મળી રહેલ જાણકારી પ્રમાણે, મુંબઈ ઝોનલ યુનિટની એક ટીમે માછીમાર, વર્સોવા વિસ્તારમાંથી કુલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમની પાસેથી કુલ 99 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલ લોકોનું નામ ફેઝલ તથા પ્રીતિકા ચૌહાણ છે. પ્રીતિકા ચૌહાણ TV સીરીયલની જાણીતી અભિનેત્રી છે.
બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 8 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આપને જણાવી દઈએ કે, NCB સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસની સાથે સંબંધિત બોલિવુડ ડ્રગ્સ કેસની તપાસ ચાલી રહી છે. તપાસમાં મળેલ પુરાવાને આધારે એજન્સીએ ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો છે.
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી આ રેકેટની સાથે સંકળાયેલ કુલ 20 લોકોની ધરપકડ કરી ચૂકી છે. NCB દ્વારા સાદા કપડાઓમાં મુંબઈમાં આવેલ વર્સોવાના કુલ 2 વિસ્તારમાં જાળ બિછાવીને અભિનેત્રીની રાહ જોવામાં આવી રહી હતી. પેડલર જ્યારે ડ્રગ્સ આપી રહ્યો હતો, એ સમયે જ એજન્સીએ બંને લોકોને રંગે હાથે પકડી લીધા હતા.
NCB એ આ બાબતે રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા સુશાંતસિંહના સ્ટાફ સહિત ઘણાં લોકોની ધરપકડ કર ચૂકી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ફક્ત રિયા ચક્રવર્તીને જ જામીન મળ્યા છે. ડ્રગ્સ મામલે NCB દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ તથા શ્રધ્ધા કપૂરની પૂછપરછ કરી ચૂકી છે.
એજન્સીને આ અભિનેત્રીની સાથે સંકળાયેલ કોઈ પુરાવા મળ્યા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયણા મત પ્રમાણે, મુંબઈ ડ્રગ્સનું એક પ્રમુખ સ્થાન બની ચૂક્યું છે. NCB એ નશીલા પદાર્થોની તસ્કરી કરનાર લોકોને પકડવા માટેનું અભિયાન શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle