અડાજણ આનંદ મહલ રોડ પર સુરતી ખમણ સામે ઉભેલા ટેમ્પોમાં દારૂ હોવાની માહિતી મળી હતી. જેથી PSB પીઆઈ આર.એસ.સુવેરાની કેહવાથી આધીકારોએ ત્યાં છ્પો માર્યો હતો. ટેમ્પોમાં મુકેલા પ્લાસ્ટીકના કેન અને ચોરખાનામાંથી 1.97 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો. PSBએ અડાજણમાં સુરતી ખમણના નામે દુકાન ચલાવતા હર્ષ ઠક્કર સહિત 3ને પકડી લેવામાં આવ્યા હતા.
હર્ષ ઠક્કરને 10 લાખનું દેવુ થતાં શોટકર્ટ રીતે રૂપિયા કમાવવા બે મહિનાથી દારૂનો ધંધો શરૂ કર્યો હતો. 1.97 લાખના વિદેશી દારૂ, ટેમ્પો 3 લાખ, મોબાઇલ સહિત 5.74 લાખનો માલ ઝડપી પડ્યો હતો. સુરતી ખમણના નામે ધંધો કરતા હર્ષ ભરત ઠક્કર(રહે, એસએમસી આવાસ, અડાજણ, અંબાજી રોડ, ગોપીપુરા), સરોજ ઉર્ફે છોટુ લલ્લન યાદવ(રહે, ક્રૃષ્ણકુંજ સોસા, નેત્રંગગામ, કામરેજ, મૂળ રહે, બિહાર) અને ઝાલારામ બાબુલાલ બિસ્નોઇ (રહે, યોગી હિલ્સ બિલ્ડિંગ, સેલવાસ મૂળ રહે, રાજસ્થાન)ને પકડી પાડી અડાજણ પોલીસને સોંપી દીધા હતા. જયારે બુટલેગર સુરેશ બિસ્નોઇ(સેલવાસ), મુકેશ સુથાર(સેલવાસ), રામજી રંગાણી, યશ પરમાર (એસએમસી આવાસ, અડાજણ) અને હેમંત આહીર(દામકા, ઓલપાડ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વોન્ટેડ સુરેશ અને મુકેશ ટેમ્પોમાં સેલવાસ અને દમણથી દારૂ કામરેજ લાવતા ત્યારબાદ ત્યાંથી તે પીકઅપ તેના લોકોને આપી દેવામાં આવતું હતું. તે લોકો પાસેથી બુટલેગર તે વાહનમાંથી દારૂ ખાલી કરી પાછો ત્યાં જ મુકી દેતો હતો. જેથી દારૂ ક્યાંથી આવ્યો તેની કોઈ ને ખબર પડે નહિ.
અડાજણમાં વાહનમાંથી પકડાયેલા દારૂની મામલે આરોપીની પૂછપરછ કરતા વધુ એક ટેમ્પો પોલીસના હાથમાં આવ્યો હતો. પોલીસે પાણીની ટાંકીમાંથી 2.23 લાખના દારૂ સહિત 7.36 લાખનો માલ ઝડપી પડ્યો હતો. દિનેશ બિસ્નોઇ અને ઉપેન્દ્ર રાયને પકડી લેવામાં આવ્યા છે. સુરેશ બિસ્નોઇ, મુકેશ સુથાર, રામજી રંગાણી, રાજેશ યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.