ગુજરાત(Gujarat): રાજ્યમાં અદાણી(Adani CNG)એ ફરી એક વખત CNG ના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયાથી વધારી આજથી નવો ભાવ 85.89 રૂપિયા લાગુ થઈ જશે એટલે કે આજથી આ નવો ભાવ અમલી થશે. જેથી નાગરિકોના ખિસ્સા પર અસર પડશે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુ પણ સતત મોંઘી થઈ રહી છે. મોંઘવારીને કારણે જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણી દ્વારા ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને LPG ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ-ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું હતું. તે અગાઉ જ CNGના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.
દેશમાં પાંચ રાજ્યોમાં યોજયેલી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ પછી તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો થવાને કારણે વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી બાજુ, CNGના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. ગુજરાતમાં આજથી અદાણી દ્વારા સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.