Adani CNG price hike four times in one month: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. ત્યારે રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક ખુબજ મોટા સમાચાર સામે આવ્યા છે, CNGના ભાવમાં વધારો (Adani CNG price hike)થયો છે. સીએનસી, પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, રસોઈ ગેસ, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
મોંઘવારીથી આમ જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે, આપણે અંદાજ પણ ન માંડી શકયે. અમદાવાદમાં એક જ માસમાં અદાણી દ્વારા CNG 1.40 રૂપિયા મોંઘો થયો છે. આ સાથે જ CNGનો આજનો નવો ભાવ રૂપિયા 75.69 છે.
ત્યારે ફરીથી CNG ના ભાવમાં 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. ચાલો જાણીએ ક્યારે ક્યારે CNG ના ભાવમાં વધારો કરાયો છે, 8 એપ્રિલએ 6.05 રૂપિયા, 5 જુનએ 80 પૈસા, 17 જુનએ 15 પૈસા, 6 જુલાઈએ 30 પૈસાનો વધારો થયો છે.
અદાણી દ્વારા ગુરુવારે ફરીથી ભાવ વધારાની જાહેરાત કરાતા રીક્ષાચાલકો અકળાયા છે. હાલ 30 પૈસાનો ભાવ વધારો કરાયો છે, ત્યારે આ સાથે જ અમદાવાદમાં CNGનો ભાવ રૂપિયા 75.69 પર પહોંચી ગયો છે. અદાણીએ ગુજરાતમાં આજથી CNG માં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube