ઓનલાઇન સેલિંગમાં મોંઘા ભાવની સાડી બતાવી હલકી સાડી પધરાવનારા આરોપીના જામીન મંજૂર કરાવતા એડવોકેટ યતિન ઢાકેચા અને મિતેષ પટેલ

સુરત(Surat): વેબ સાઇટ ઉપર સાડી કે ડ્રેસનો સારો ફોટો મૂકીને ઓર્ડરમાં તેની જગ્યાએ હલકી ગુણવત્તા વાળો માલ મોકલી દેશભરમાં છેતરપિંડી કરનાર પૂણાની ફેબ અરાઇવલનાં સંચાલકની ઇકો સેલ દ્વારા ધરપકડ કરી તેની વિરૂદ્ધ ફોસ્ટાની મદદથી પૂણા પોલીસ મથક દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપી દ્વારા ચાર મહિનામાં જ આ રીતે 13000 પાર્સલ જુદા જુદા રાજ્યોમાં મોકલ્યાનું સામે આવ્યું હતું.

દિલ્હીના સુધાકર શર્માએ 15મી જુલાઇના રોજ સુરતના સારોલી રોડનું સરનામે દર્શાવતી ફેબ અરાઇવલ નામની પેઢીમાં 799ની કિંમતની એક સાડીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. વેબસાઇટ ઉપર આ સાડીનું વજન 500 ગ્રામ અને કાંજીવરમવાળી સાડી દર્શાવવામાં આવી હતી.

પરંતુ કુરિયરમાં જે પાર્સલ આવ્યું હતું, તે કુરિયરમાં સાડી હલકી કક્ષાની, ઓછા વજનની અને ઓછી લંબાઇવાળી મોકલી છેતરપિંડી આચરી હોવાનું 20મીએ તેમણે સુરત ઇકો સેલને ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા સારોલી રોડ ઉપર રાજ ટેક્ષ્ટાઇલ ટાવરમાં દુકાન ચલાવી રહેલા અને ઓનલાઇન ધંધો કરતાં ઉદય ગોવિંદ પટેલ (રહે, શ્યામવિલા રો હાઉસ, સરથાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ મામલામાં ગત તારીખ 23 જુલાઈના રોજ આરોપી ઉદય ગોવિંદ પટેલને નામદાર જજ સાહેબ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો, જયાં આરોપી બાજુથી એડવોકેટ યતિન ઢાકેચા તથા મિતેષ પટેલે આરોપી તરફથી જામીન અરજી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટને ખરી હકીકતો તરફ ધ્યાન દોરી દલીલો કરવામાં આવી હતી. તેના આધારે નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને વિવિધ શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *