હરિયાણા: કરનાલમાં શનિવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના ભાડસન ગામમાં એક યુવકે પોતાના બે બાળકોની હત્યા કર્યા બાદ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર, મૃતકની પત્ની થોડા દિવસ પહેલા પાડોશી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે બંને બાળકોને પોતાની સાથે લઇ જવાની ધમકી આપી રહી હતી. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈને તપાસ શરૂ કરી છે.
ઈન્દ્રી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સચિને જણાવ્યું હતું કે, મૃતકનું નામ સુખવિંદર છે. તેને એક પુત્ર અને પુત્રી જેમની ઉંમર 9 અને 4 વર્ષની હતી. સુખવિંદરે પહેલા બંને બાળકોને લટકાવીને મારી નાખ્યા, પછી રૂમની અંદર જઈને પંખાથી લટકી ગયો હતો.
સુખવિંદરના પરિવારનું કહેવું છે કે, સુખવિંદરના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પત્નીનું પડોશમાં રહેતા એક યુવાન સાથે અફેર હતું. થોડા દિવસો પહેલા બંને ભાગીને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેની કુંજપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સુખવિંદર આ બાબતે ખૂબ ચિંતિત થઈ રહ્યો હતો. પત્ની બીજા લગ્ન પછી બંને બાળકોને સાથે લઈ જવા દબાણ કરી રહી હતી. તેણીએ આ અંગે સુખવિંદરને ઘણી વખત ધમકી પણ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.