સુરતની અત્યાધુનિક સિમ્સ હોસ્પિટલમાં યોજાયો મહારક્તદાન કેમ્પ

Published on: 2:05 pm, Sun, 1 August 21

સુરત(ગુજરાત): હાલમાં સુરતની અતિઆધુનિક એવી સીમ્સ હોસ્પીટલમાં બ્લડ ડોનેટ માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં બ્લડ કેમ્પની સાથે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરની પણ વ્યવસ્થા છે. આ અંગે ડો. ભરત સોનાણીએ જણાવ્યું કે, હાલ કોરોનાના સમયમાં જયારે એપ્રિલ થી મેં સુધીમાં કોરોનાના દર્દીઓ વધારે હતા ત્યારે આ વેક્સીનેશન ડ્રાઈવ શરુ કર્યું એટલે વેક્સીનેશન વાળા લોકો વધુ હોય છે. કોરોના થયા બાદ અમુક સમયગાળા સુધી બ્લડ ડોનેટ ન કરી શકાય તેમજ વેક્સીન લીધાના અમુક સમય સુધી પણ બ્લડ ડોનેટ ન કરી શકાય જેથી અત્યારે બ્લડ બેન્કોમાં બ્લડની શોર્ટેજ હોય છે. કારણ કે, અત્યારે જે મેજર સર્જરીઓ થતી હોય અથવા ખાસ કરીને જે થેલેશીમીયા જેવા રોગવાળા દર્દીઓ હોય તેમને તો રેગુલર બ્લડની જરૂર પડતી હોય છે.

પરંતુ, જે રેગ્યુલર ડોનર છે તે કોરોના અથવા તો વેકસીનના લીધે બ્લડ ડોનેટ કરી શકતા નથી. જેથી અત્યારે બ્લડની શોર્ટેજ અનુભવાતી હોય છે. આ દરમિયાન બીજા લોકો પણ બ્લડ આપી શકે પરંતુ જાગૃતિના અભાવે બ્લડ આપતા નથી જેથી અમે સમાજમાં બ્લડ ડોનેશનની જાગૃતિ ફેલાવી આવા કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આજથી 15 દિવસ પહેલા અમે આવાસ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં અંદાજી 196 બોટલ બ્લડ એકત્રિત થઇ છે. અમારો ટાર્ગેટ અંદાજીત 200 બોટલ એક્ત્રીત કરવાનો છે.

આ ઉપરાંત, આ કેમ્પનો મેઈન હેતુ એવો છે કે સમાજમાં જાગૃતિ આપીએ જેથી પોટેન્શિયલ લોકો રેગ્યુલર બ્લડ આપતા થાય. જેથી જે જરૂરિયાતમંદ લોકો છે તેની બ્લડના અભાવે સારવાર અટકે નહી. જેના હેતુથી અમે ઓનીરોઝ ક્લબ કે જે સુરત મ્યુનીસીપલ કોર્પોરશનના સંચાલિત હેલ્થ રીલેટેડ એક્ટીવીટી કરતી સંસ્થા છે. જેની સાથે સંકલન કરી આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓનીરોઝ કલબના ડીરેક્ટર સુમિત લાઠીયાએ જણાવ્યું કે, આજરોજ સીમ્સ હોસ્પિટલ અને ઓનીરોઝ ક્લબનું બ્લડ ડોનેટ કેમ્પનું કમ્બાઇન આયોજન છે. આ કેમ્પનો મુખ્ય હેતુ સોશિયલ કલ્ચરલ એક્ટીવીટીના ભાગરૂપે અને જવાબદાર સીટીઝન હોવાના નાતે આપના વિસ્તારની અંદર વધારેમાં વધારે અવેરનેસ ફેલાય અને દરેક વ્યક્તિ રક્તદાન કરે તેના માટે અમે કતારગામ વિસ્તારની અંદર ઓનીરોઝ ક્લબ ખાતે અમે ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.