એક દીકરાએ પોતાની માતાની મોતનો બદલો હત્યારાને મોતને ઘાટ ઉતારીને લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળેલી માહિતી અનુસાર યુવકની માતાની હત્યા 20 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે યુવકની માતાની હત્યા થઇ ત્યારે તેની ઉંમર અઢી વર્ષ હતી. યુવકની માતાની હત્યા ત્રણ લોકોએ કરી હતી.
તેમાંથી બે લોકોના મોત પહેલાં જ થઈ ચૂક્યા હતા. જયારે ત્રીજા શખ્સની ઉંમર 65 વર્ષ હતી. આ 65 વર્ષીય શખ્સની યુવકે હત્યા કરી નાખી હતી. જયારે હત્યાની આ ઘટના વિષે સમગ્ર વિસ્તારમાં જાણ થઇ ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ હચમચાવી દેતી ઘટનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી મહિતી અનુસાર રોહતક જિલ્લામાં આવેલા ઘિરોઠી ગામમાં શુક્રવાર શનિવારે રાત્રે એક 65 વર્ષીય સુરજીત નામના વૃદ્ધની માથામાં મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જયારે ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે તેમણે ઘટના સ્થળે આવીને તપાસ દરમિયાન ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં પોલીસને જોવા મળ્યું હતું કે, એક યુવક રાત્રે મૃતકના ઘર તરફ આવી રહ્યો છે અને પરત જતો નજરે પડ્યો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજમાં જે યુવક આવ્યો દેખાયો હતો તે મૃતક વ્યક્તિ સુરજીતના પરિવારના સભય સુનિલ જ હતો. ત્યાર બાદ પોલીસે સુનિલની અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન સુરજીતની હત્યા કરી હોવાની વાત સુનિલે કબૂલી હતી. સુનિલે આ હત્યા કરવા પાછળનું કારણ પણ પોલીસને જણાવ્યું હતું.
જયારે પોલીસ સુનિલ સાથે પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે જણાવ્યું કે, આજથી 20 વર્ષ પહેલાં ત્રણ શખસોએ ભેગા મળીને મારી માતાની હત્યા કરી નાખી હતી. આ હત્યામાં સુરજીત પણ સામેલ હતો. સુનિલે જણાવ્યું કે, ગામના લોકો મને ઉશ્કેરતા હતા કે તારી માતાનો હત્યારો જીવિત છે અને હું બદલો લઈ શકતો નથી. આ આ હત્યામાં સામેલ બે લોકોનાં અગાવજ મોત થઈ ચૂક્યા છે. ગામના લોકો પાસેથી મળતા રોજ-રોજના મેણાં ટોણાંથી કંટાળીને સુનિલે સુરજીતની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભેંસના તબેલામાં સુરજીત સૂઈ રહ્યો હતો તે જ સમયે સુનિલે તેને રોડ મારીને હત્યા કરી નાખી હતી.
જયારે આ સમગ્ર મામલે લાખનમાજરા પોલીસ સ્ટેશનના એસએચઓ રણવીર સિંહ સાથે અવત કરવામાં અવી ત્યારે તેમણે જણાવ્યું કે, વૃદ્ધની હત્યાના આરોપી સુનિલને પોલીસે પકડી પાડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પોતાની માતાની હત્યાનો બદલો લેવા માટે આ હત્યા કરી હતી. આરોપીને પહેલા કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર પણ કબજે કર્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.