તેત્રીસ વર્ષ જૂના એક આર્મ્સ કેસમાં હાલ 81 વર્ષના એવા એક ભૂતપૂર્વ IAS અધિકારીને સીબીઆઇ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. 1987માં એસ.એસ. અહલુવાલિયા નામના આ અધિકારીને ત્યાં બેહિસાબી સંપત્તિની તપાસ કરતાં સીબીઆઇને પાંચ ગેરકાયદે હથિયારો મળ્યાં હતાં. અહલુવાલિયા એ હથિયારો બાબત કોઇ પ્રતીતિજનક ખુલાસો આપી શક્યા નહોતા. આ અધિકારી નાગભૂમિમાં ચીફ સેક્રેટરીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા હતા.
CBIએ એમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદે હથિયારો રાખવાનો કેસ દાખલ કર્યો હતો. પહેલી ચાર્જશીટ 1992માં રજૂ કરાઇ હતી. હવે 18 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે તેમને ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની જેલ તથા દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમની પાસેથી મળેલાં શસ્ત્રોમાં પોઇન્ટ થર્ટી એઇટ બોર રાયફલ, 74 જીવંત કારતૂસ, 32 કારતૂસ સહિતની પિસ્તોલ, પોઇન્ટ 275 બોરની રાયફલ, એક કાર્બાઇન અને પોઇન્ટ 22ની વધુ એક રાયફલ મળી હતી. આટલાં બધાં જીવલેણ હથિયારો રાખવાનું વાજબી કારણ કે લાયસન્સ તેમની પાસે નહોતાં.
આ અધિકારી 1975-76 દરમિયાન કોહિમામાં ડેપ્યુટી કમિશનર હતા, 1979થી 84 સુધી ગૃહ મંત્ર્યાલયમાં ડાયરેક્ટર હતા, અને ત્યાર બાદ તેમને નાગભૂમિના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
2010માં જ્યારે તેમની સામેના તહોમતનામાને રજૂ કરાયું ત્યારે એ નાગભૂમિમાં શ્રમ અને કામગાર ખાતાના સચિવ હતા. કોઇ નિવૃત્ત IAS અધિકારીને આ રીતે 33 વર્ષ બાદ સજા થઇ હોવાનો આ કદાચ પહેલો કિસ્સો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.