આણંદના ઉમરેઠની કાછિયાપોળમાં યુવતીનું ગળું કાપી તેની હત્યા કરવાની કોશિશ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક દિવસ પહેલાં જ ભાડે રહેવા આવેલાં યુવક-યુવતી વચ્ચે મનમોટાવ થવાથી યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે, યુવતીએ ચીસાચીસ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઉમરેઠ પોલીસને આ અંગે ની જાણ થતાં જ કાયદેસર કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ ઝઘડો શરુ થયો હતો
જાણકારી મુજબ ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી ભાડે રહેવા આવ્યાં હતાં. તેમની વચ્ચે આજે વહેલી સવારથી જ ઝઘડો શરુ થયો હતો. બપોર ના સમયે યુવકે યુવતીના ગળામાં છરી થી ઘા મારી અંદર ના બાથરૂમમાં પૂરી દીધી અને યુવક પોતે મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો.
ઘરમાં બંધક બનેલી ઘાયલ યુવતી ની બુમરાણથી આસપાસના રહીશો ટોળે વળ્યાં હતા. અને મકાન માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી મકાન ખોલતાની સાથે જ બાથરૂમ માંથી ઘાયલ યુવતી ઢળી પડતી નજરે ચઢી. જ્યાં પોળના રહીશોએ 108ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોચી હોવાથી તેને નડિયાદની સિવિલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી આવી છે. આ અંગે ઉમરેઠ પોલીસે ને જાણ થતા જ ઘટના સ્થળ પહોચીને અજાણ્યા યુવક-યુવતી ક્યાંના છે તેની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.